પોલીયો વિરોધી રસીકરણમાં 700થી વધુના સ્ટાફે 89.85 ટકા કામગીરી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ રાષ્ટ્રીય પોલીયો વિરોધી રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ડોર ટુ ડોર તેમજ આરોગ્ય કેન્દ્રો સહિત જગ્યાએ પોલીયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા. જેમાં 41883ના લક્ષ્યાંક સામે 37,549 જેટલા બાળકોને પોલીયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા. આ પોલીયો વિરોધી રસીકરણ કાર્યક્રમ 184 બુથ અને 10 મોબાઇલ ટીમ તેમજ સ્વૈચ્છીક સંસ્થાઓ, સ્વયંસેવકો, આંગણવાડી વર્કરો, આશા વર્કરો, પીએચસી ઓફીસર, ફાર્મશીસ, લેબોરેટરી ટેકઇશન સહિત 700થી વધુનો સ્ટાફ જોડાયો હતો. તેમજ મહાનગર પાલિકાના વોર્ડમાં કામગીરી કરવામાં આવી હતી. આમ 89.85 ટકા કામગીરી થઇ હતી.