UNCTADનો રિપોર્ટ: ભારતમાં 10 ટકા વધુ રોકાણ
ખાસ-ખબર સંવાદદાતા
વિશ્ર્વના વિકસિત દેશોમાં ગયા વર્ષે સીધા વિદેશી રોકાણમાં 37 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે ભારતમાં 10 ટકા વધુ વિદેશી રોકાણ આવ્યું છે. આ સમયગાળા દરમિયાન એશિયાઈ વિકાસશીલ દેશોમાં 2021ની જેમ જ 662 અબજ ડોલરનું સીધુ વિદેશી રોકાણ આવ્યું હતું. આ આંકડો વૈશ્ર્વિક સ્તરે પ્રાપ્ત કુલ વિદેશી રોકાણનો અડધો ભાગ છે.
- Advertisement -
યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા ગઈકાલે જાહેર કરાયેલ વર્લ્ડ ઈન્વેસ્ટમેન્ટ રિપોર્ટ-2023 અનુસાર વિકસિત દેશોમાં ગયા વર્ષે કુલ 378 અબજ ડોલર વિદેશી રોકાણ આવ્યું હતું. આ સાથે ભારતમાં 49 અબજ ડોલરનું વિદેશી રોકાણ આવ્યું હતું. ગયા વર્ષે લગભગ 80 ટકા વિદેશી રોકાણ મેળવનારા ટોચના પાંચ દેશોમાં ભારત, ચીન, સિંગાપોર, હોંગકોંગ અને સંયુક્ત આરબ અમીરાતનો સમાવેશ થાય છે. ચીનમાં વિદેશી રોકાણ 5 ટકા વધીને 189 અબજ ડોલર પર પહોંચી ગયું છે. જો કે હોંગકોંગમાં તે 16 ટકા ઘટીને 118 અબજ ડોલર થયું હતું.