તાલુકા પંચાયત કચેરી ખાતે મળેલી બેઠકમાં બઘડાટી બોલાવતા સરપંચો
નાણાંકીય સાથે વહિવટી પ્રક્રિયાથી સરપંચોમાં રોષ ભભૂક્યો
TDOદ્વારા સરપંચને અન્યાય થાય તેવા જટીલ ઠરાવો સામે વિરોધ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
- Advertisement -
જૂનાગઢ જિલ્લા પંચાયતના ચૂંટાયેલ સભ્યો દ્વારા કામગીરી બાબતે આ પેહલા વિરોધના સુર જોવા મળ્યા હતા ત્યારે હવે જૂનાગઢ તાલુકાના સરપંચોએ તાલુકા વિકાસ અધિકારી સામે બાયો ચડાવીને 35 સરપંચોએ વિરોધ કરીને રાજીનામાં ધરી દેતા સ્થાનિક કક્ષાએ રાજકારણ ગરમાયુ છે.જેમાં તાલુકા પંચાયત કચેરી ખાતે મળેલી બેઠકમાં બઘડાટી બોલી જવા પામી હતી.અને નાણાકીય સાથે વહીવટી પ્રક્રિયા જટિલ હોવાના કારણે સરપંચોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
જૂનાગઢ તાલુકા સરપંચ યુનિયન દ્વારા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ અને ટીડીઓને સામુહિક રાજીનામાં આપી દેવામાં આવ્યા હતા.રાજીનામાં આપતા જણાવ્યું હતું કે, જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અણઆવડતના લીધે વાસ્તવિકતાથી દૂર થતા અન્યાય કરતા બહાર પાડવામાં આવેલા નાણાકીય થતા વહીવટી ઠરાવોના કારણે ગ્રામ્ય કક્ષાએ વહીવટ કરવો અશક્ય છે.આવા ઠરાવોની અમલવારી કરવાથી ગ્રામ્ય કક્ષાએ અરાજકતા અને નારાજગી ફેલાવાની શક્યતા હોવાથી જાહેરહિતને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ નારાજગીથી જૂનાગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના કામો ખોરંભે ચડે છે. જેના લીધે જૂનાગઢ તાલુકાના 35 ગામના સરપંચો હોદા પરથી રાજીનામુ આપીએ છીએ તેને મંજુર કરવા માંગ કરી હતી.
આ બાબતે તાલુકા સરપંચ યુનિયનના પ્રમુખ રાજુભાઈ લુણાગરિયાએ જણાવ્યું હતું કે, તાલુકા સરપંચોને નિયમના કારણે પડતી મુશ્કેલીના નિરાકરણ માટે ટીડીઓ અને પ્રમુખે બેઠક બોલાવી હતી ત્રણ વાગ્યાની બેઠક અંગે ટીડીઓએ મેસેજ મોકલ્યો હોવા છતાં ઉંચ્ચ અધિકારીના દબાણના કારણેતેઓ જાણી જોઈને બેઠકમાં હાજર ન રહ્યા અને તેમને ફોન કરતા બહાર હોવાનું જણાવ્યું હતું સાડા પાંચ વાગ્યા આસપાસ સરપંચોએ કારોબારી અધ્યક્ષને રાજીનામાં ધરી દીધા બાદ ટીડીઓ હાજર થયા હતા ટીડીઓ આવ્યા બાદ સરપંચોના એક પણ પ્રશ્નોનો જવાબ આપી શક્ય ન હતા અને વધુમાં જણાવ્યું હતું કે, કોઈ સરપંચ તંત્રના અધિકરીના મનઘડત નિર્ણયોનો વિરોધ કરે તો તેની સામે તપાસ શરૂ કરી તેમને ફિટ કરી દેવા અને દબાવવા પ્રયાસો કરવામાં આવે છે. સરપંચોએ રોષ ભેર હતું કે, નાણાકીય અને વહીવટી પ્રક્રિયાઓમાં તો અનેક મુશ્કેલીઓ પડી રહી છે.
પરંતુ તાલુકા પંચાયત દ્વારા ઉંચ્ચ અધિકરીના આદેશ મુજબ ગૌચરની જમીન ખાલી કરાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. પણ જે ગૌચરની જમીન છે ત્યાં ક્યાંય હદ નિશાન મારેલ નથી પેહલા ગૌચરની જમીનની માપણી થયા બાદ હદ નિશાન મારવામાં આવે ત્યાર બાદ ગ્રામ પંચાયત દ્વારા ગૌચર જમીન ખાલી કરાવવામાં આવે તેમ છે.પરંતુ તંત્રના અધિકારીઓ ખોટી રીતે દબાણ કરીને હેરાન કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો.
- Advertisement -
સરપંચોની ગેરસમજ દૂર કરવા પ્રયાસો થઇ રહ્યા છે : TDO
સરપંચોના રાજીનામાં મામલે તાલુકા વિકાસ અધિકરી આઈ.વી.ઠાકરે જણાવ્યું હતું કે, અગાઉ જે એસઓઆરના ભાવ હતા તેમાં જીએસટીનો સમાવેશ હતો હવે નવા એસઓઆર મુજબ દરેક આઈટમના ભાવ અને તેના જીએસટી અલગ અલગ છે જેના કારણે ગેરસમજ ઉભી થઇ છે. સરપંચોએ રાજીનામાં આપ્યા આગામી તા.30ના તાલુકા પંચાયત કારોબારીમાં મુકવામાં આવશે હાલમાં સમાધાનના પ્રયાસો ચાલી રહ્યા છે.અને ગેરસમજ દૂર થયે સરપંચો રાજીનામાં પરત ખેંચે તેવી શક્યતાઓ છે.