સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના કુલ 1152 સફાઈ કામદારોનું સફાઈની કામગીરીનું નિરીક્ષણ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા, સફાઈ અંગેની ફરિયાદોનાં ઝડપી નિવારણ તેમજ લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા ન્યુસન્સ પોઈન્ટથી કચરો ઝડપી દુર કરવાનું, પ્રતિબંધિત પ્લાસ્ટીક વાપરનારા તેમજ જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓને કેમેરામાં ઝડપી લઇ દંડ વસુલાત અને જાહેરમાં પાન-ફાકી ખાઈ થુંકનારને ઈ-ચલણ દ્વારા દંડની કામગીરી હાથ ધરવામાં આવે છે. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની કામગીરીમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની બાજ નજર રાખવામાં આવે છે જેમાં તા.16/10/2023થી તા.22/10/2023 દરમ્યાન 35 વ્યક્તિઓને જાહેરમાં પાન-ફાકી ખાઈને થુંકવા બદલ ઈ-ચલણ દ્વારા દંડ કરવામાં આવેલ અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના કુલ 1152 સફાઈ કામદારોનું સફાઈની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા તા.16/10/2023થી તા.22/10/2023 દરમ્યાન સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા 79 સ્થળ ખાતે સ્વચ્છતા બાબતે નિરીક્ષણ કરી જે-તે વિસ્તારના સેનીટરી ઇન્સ્પેકટર પાસેથી મેળવી 24 કલાકમાં કાર્યવાહી હાથ ધરવામાં આવેલ તથા 35 વ્યક્તિઓને જાહેરમાં પાન-ફાકી ખાઈને થુંકતા પકડી તેઓને ઈ-ચલણ દ્વારા દંડ કરવામાં આવેલ હતો. આ ઉપરાંત 1152 સફાઈ કામદારોનું સફાઈની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ હતું જેમાં 4 (ચાર) સફાઈ કામદારો જાહેરમાં કચરો ફેકતા તેમજ સળગાવતા પકડાયા હતા જેમની પાસેથી કુલ રૂ.800/- દંડ વસુલવામાં આવેલ હતો. આ ઉપરાંત જાહેરમાં કચરો ફેકતા 2 (બે) આસામીઓ પાસેથી રૂ. 500/- તેમજ જાહેરમાં કચરો સળગાવતા 2 (બે) આસામીઓ પાસેથી રૂ. 500/- સ્થળ દંડ વસુલવામાં આવેલ હતો. આમ સોલીડ વેસ્ટ શાખાની કામગીરી મારફત કુલ રૂપિયા 3450/-નો દંડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર મારફત કરેલો હતો.