જાહેરમાં ગંદકી કરવા બદલ મનપાની આકરી કાર્યવાહી: ગંદકી ન કરવા અગાઉ નોટિસ પાઠવી હતી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં રામાપીર ચોકડી પાસે, 150 ફૂટ રિંગ રોડ ખાતે આવેલ હોટલ દેવજીવન દ્વારા જાહેર આરોગ્યને નુકસાન કરે તે રીતે જાહેર ગંદકી તેમજ કચરો કરવામાં આવતો હોય, તા.23/10/2023ના રોજ આ બાબતે નોટીસ આપી તેમજ તા. 16/10/2023ના રોજ રૂ.500ના વહીવટી ચાર્જની પણ વસુલાત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ હોટલના સંચાલકોને જાહેરમાં ગંદકી ન કરવા તેમજ સ્વચ્છતા જાળવવા અવાર-નવાર સુચના આપવામાં આવી હતી તેમ છતાં, તા.27/10/2023ના રોજ સ્થળ તપાસ કરતાં હોટલની આસપાસ ખુબ જ ગંદકી તેમજ કચરો જોવા મળ્યો હતો. અગાઉ નોટિસ અને વહીવટી ચાર્જ વસુલ કરવા છતાં તેમના દ્વારા સ્વચ્છતા જાળવવામાં આવી ન હતી અને સ્વચ્છતા બાબતે કોઈ સુધારો જણાયો ન હતો. જેથી તા.27/10/2023ના રોજ સાંજે 07:30 કલાકે હોટલ દેવજીવનના સંચાલકોને નોટીસ આપીને હોટલને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.