સીસીટીવી કેમેરામાં કેદ તસ્કર બેલડીને ઝડપી લેવા દોડધામ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં તસ્કરોનો ઉપાડી વધી ગયો હોય તેમ વધુ બે દુકાનમાંથી 1.60 લાખની ચોરીને અંજામ આપ્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.
રાજકોટના લોહાણાપરા મેઈન રોડ પર આવેલી બે દુકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂા. 1.60 લાખની રોકડ ચોરી ગયા હતાં. ચોરી કરનાર બેલડી સીસીટીવીમાં કેદ થઈ જતાં પોલીસે તપાસ શરૂ કરી છે રાજકોટની માધાપર ચોકડી પાસે હરિકૃષ્ણ હાઈટ્સમાં રહેતા નિરવભાઈ અરવિંદભાઈ ગાંધી ઉ.31એ ચોરી અંગે એ ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે લોહાણાપરા મેઈન રોડ પર યમુના ટ્રેડિંગ નામની દુકાનમાં પ્લાસ્ટિકની કિચનવેરની વસ્તુઓ વેચે છે સવારે તેના ભાણેજ અભય ગાદોયાએ દુકાન ખોલી ત્યારે શટરનાં બંને બાજુના તાળાના નકુચા તૂટેલા હતાં ટેબલના ડ્રોઅરમાં રાખેલા 1.50 લાખ ગાયબ હતાં. તેની સામે જ તેના પિતરાઈ આશિષભાઈ હરેશભાઈ ગાંધી કે જે તેની સામે જ રહે છે. તેની વિમલ સ્ટીલ નામની વાસણની દુકાન આવેલી છે તે દુકાનના શટરનું એક બાજુનું તાળુ તોડી અંદર ત્રાટકેલા તસ્કરો ટેબલના ડ્રોઅરમાંથી 10 હજાર ચોરી ગયા હતાં થોડીવાર બાદ તેણે દુકાને જઈ જોયું તો અંદર સામાન વેરવિખેર પડયો હતો બનાવની જાણ કરતાં એ ડિવિઝન પોલીસ કાફલો દોડી ગયો હતો અને સીસીટીવી ચેક કરતાં ચોરી કરનાર બંને તસ્કરો તેમાં કેદ થઈ ગયા હોય પીઆઇ બારોટ સાહિતે ગુનો નોંધી બંને તસ્કરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.