ચડ્ડી બનિયાનધારી ગેંગની કરતૂત: CCTV આધારે તપાસ
ખાસ-ખબર સંવાદદાતા
શહેરમાં તસ્કરરાજ છવાઈ ગયું હોય તેમ એક પછી એક ચોરીના બનાવો પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે.
- Advertisement -
સંતકબીર રોડ ઉપર ત્રણ શોરૂમના તાળા તોડી તસ્કરો 9.50 લાખની ચોરી કરી ગયાની ઘટનામાં હજુ પણ પોલીસ દિશા વિહીન છે ત્યા વધુ એક કારખાનામાં ચડ્ડી બનીયાનધારી ટોળકી ત્રાટકી 15 લાખ રોકડ ચોરી જતા થોરાળા પોલીસે તપાસ હાથ ધરી છે.
રાજકોટના આજી જીઆઈડીસી વિસ્તારમાં આવેલ કમાણી ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં તસ્કરોએ ત્રાટકઈ 15 લાખ રોકડની ચોરીને અંજામ આપ્યાની ઘટનાં પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે ચોરી અંગે કંટ્રોલમાં જાણ કરતાં તુરંત પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવ, થોરાળા પીઆઇ ઝણકાંત સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ચોરીનો ભેદ ઉકેલવા સીસીટીવી આધારે તપાસ શરૂ કરતાં ચડ્ડી બનિયાનધારી ટોળકી ચોરી કરવા ઘૂસતી હોવાનું જોવા મળ્યું હતું પોલીસે ટોળકીને પકડી પાડવા અન્ય કારખાનાના સીસીટીવી ચકાસવા તજવીજ હાથ ધરી છે.