ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
જિલ્લામાં ચાર દિવસમાં 1218થી વધુ કોલ આવ્યા હતા. જેમાં વીજ પોલને નુકશાન સહિત ફરીયાદોને લઇ રીપેરીંગ કામ હાથ ધરાયુ હતુ. સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણ દિવસ અનરાધાર વરસાદ વરસ્યો હતો જેમાં શહેર તથા તાલુકામાં થાંભલા વાયરને નુકશાન થતા વીજ પ્રવાહને અસરથ થઇ હતી.જેને દઇ ત્રણ દિવસમાં 1218 વીજ સમસ્યાને લગતા કોલ ક્ધટ્રોલ રૂમને મળ્યા હતા.જેને લઇ દરેક ડિવિઝનમાં 20 લોકોની ટીમો હાલ વરસાદની સ્થિતિ સામાન્ય થયા બાદ કાર્યરત કરાઇ છે. તમામ સ્થળોએ વીજ પુરવઠો ફરી શરૂ કરાવી સ્થિતિ યથાવત કરવાની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે.
રેડ એલર્ટના પગલે જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે વીજ તાર તૂટવાના અને વીજપોલ ધરાશાઇ થવાના પગલે જિલ્લાના કેટલાક ફીડરો હેઠળના સ્થળોએ વીજ પુરવઠો પણ બંધ થઈ ગયો હતો. ચાલુ વરસાદે પણ પીજીવીસીએલના કર્મીઓ વીજ પુરવઠો ચાલુ રહે તે માટે શક્ય તેટલા પ્રયાસો કરી રહ્યા હતા. જ્યાં પાણીના ભારે પ્રવાહના કારણે વીજપોલ ધરાશાઈ તેમજ વીજતાર તૂટી જતા વીજ પુરવઠો ખોરવાયો હતો તેને પણ હાલ ફરી શરૂ કરી દેવા કર્મચારીઓ દ્વારા યુદ્ધના ધોરણે થાંભલાઓ ઉભા કરવા, ટ્રાન્સફોર્મર બદલવા અને વીજ તાર જોડીને વીજ પુરવઠો ફરી શરૂ કરી દેવા માટેની કામગીરી હાથ ધરાઇ હતી.