ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
જૂનાગઢ મહાનગર પાલિકા કમિશનર ડો.ઓમપ્રકાશના માર્ગદર્શન હેઠળ ડીએમસી ડી.જે.જાડેજાની સૂચના અનુસાર હાઉસ ટેક્ષ શાખા દ્વારા શહેરમાં છેલ્લા ઘણા સમયથી મહાનગર પાલિકાનો બાકી વેરો ભરવા ખાસ ઝુંબેશ શરુ કરવામાં આવી છે અને રોજબરોજ મિલકતો સીલ સાથે ટાંચમાં લેવાની સાથે બાકી વેરા પેટે વસુલાત કરવામાં આવી રહી છે
હાઉસ ટેક્ષ શાખા દ્વારા બાકી રેહતી રકમ 1,69,762 વસુલાત કરવા 5 મિલકત સીલ કરવામાં આવી હતી જયારે 41 લાખની વસુલાત કરાઈ હતી અને 170 મિલકતને ટાંચમાં લેવામાં આવી હતી.મહાનગર પાલિકા હદ વિસ્તારમાં આવેલ ખાખી માર્કેટમાં – 2, રવિ કોમ્પ્લેક્સમાં – 1, ચીતખાના ચોકમાં – 2, સહીત મળી આ વિસ્તરામાં 5 મિલકતો સીલ કરી દેવામાં આવી હતી.આ કામગીરી અસિસ્ટન કમિશ્ર્નર ટેક્ષ કલ્પેશ ટોલીયા, હાઉસ ટેક્ષ સુપ્રિટેન્ડટ વાયરલ જોશીના માર્ગદર્શનમાં દોલતપર ઝોનલ ઓફિસના કેયુર બાથાણી, જોશીપુરા જોનલ ઓફિસર નીતુબેન વ્યાસ અને ટીંબાવાડી ઝોનલ ઓફિસર ત્રીપાલસિંહ રાયજાદા દ્વારા કામગીરી કરવામાં આવી હતી અને હજુ જે લોકોના બાકી રહેલ મિલકત વેરો ભરવા અપીલ કરવામાં આવી છે.