ગોંડલના યુવાન અભિષેક વઘાસિયાએ પોતાના જન્મદિવસ ની ઉજવણી ખોટાં ખર્ચની બદલે કોઈ સામાજિક કાર્ય કરીને ઉજવવાનું નક્કી કર્યું તેમના આ વિચારને કલ્યાણ ચેરિટી ગ્રૂપ અને પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે નો સાથ મળતા એક જરૂરિયાતમંદ પરિવાર ને 2 મહિના ચાલે તેવી રાશન કીટ મદદ અર્થે આપીને પોતાના જન્મદિવસ ને સાચા અર્થ માં ચરિતાર્થ કર્યો આ રીતે ઉજવણી કરીને અભિષેક એ આજની યુવાપેઢીને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું.

આ તકે કલ્યાણ ચેરિટી ગ્રૂપ આપ સૌને પણ વિવિધ ઉજવણી ને આ રીતે કોઈને કોઈ સામાજિક કાર્ય દ્વારા કરીને ઉજવણીને સાચા અર્થમાં સાર્થક કરવા માટે અનુરોધ કરે છે.