વીરનગર વાડીના ગોડાઉનમાં જુગાર રમતા દસ જુગારીઓ ને ઝડપી પાડયા હતા

258

જેમની પાસેથી 1.18,500 મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે

વીગતો અનુસાર આટકોટ પોલીસ એ વીરનગર રાજુભાઈ વેકરીયાની વાડીના ગોડાઉનમાં જુગાર રમતા હોવાની બાતમી આટકોટના પી એસ આઈ કે પી મેતા દિલીપભાઈ માલકીયા હીરાભાઈ કિશનભાઈ સહિતના પોલીસ સ્ટાફ દ્વારા જુગારીઓ ઝડપી પાડયા હતા. જેમાં વીરનગર ના જયેશ વેકરીયા , શૈલેષ સાવલિયા અશોક રુપારેલીયા ભાવેશ રાદડિયા જેન્તી ચોવટીયા હરેશ શેખલીયા મહેશ પી રોજીયા કાંતિ ખુટ, ભુપત ખુટ રાજુ વેકરીયા દસ જુગારીઓ ઝડપી પાડયા હતા. 118,500ના મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.