હેડલાઈન ટ્રમ્પ – પુટીનની બનાવી : ન્યુઝ ડેટા સોર્સમાંથી મેળવાયા
હેડલાઈનથી આર્ટિકલ તમામ ‘કૃત્રિમ બૌદ્ધિકતા’થી તૈયાર : યુરોપીયન દેશનું અખબાર ઈલ – ફોગ્લિયો’ની અઈં એડિશન પ્રિન્ટ અને ડિજિટલ બન્નેમાં તૈયાર : પત્રકારીત્વ ક્ષેત્રે જબરો પ્રયોગ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સ એ દુનિયામાં એક બાદ એક ક્ષેત્રમાં પોતાની ધાક જમાવી રહ્યું છે અને પરંપરાગત જોબ ઉપરાંત એન્જીનીયર્સ- ડોકટર્સને માટે પણ પડકાર બની રહ્યું છે તો તે સમયે ઈટલીમાં પૂર્ણ રીતે આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ દ્વારા તૈયાર કરાયેલું અખબાર પ્રસિદ્ધ થતા હવે આ ક્ષેત્રમાં પણ એઆઈએ પોતાનું વર્ચસ્વ સાબીત કરવા તૈયારી કરી છે.
ઈટાલીના રૂઢીચુસ્ત મનાતા અખબાર ‘ઈલ-ફોગ્લિયો’ વિશ્વનું પ્રથમ એઆઈ જનરેટેડ અખબાર બની ગયું છે અને આ રીતે હવે રોજબરોજના જીવનમાં પણ એઆઈના પ્રભાવ સામે આવ્યા છે.
આ અખબારના ચાર એઆઈ જનરેટેડ પેઈજ મંગળવારે ન્યુઝ સ્ટેન્ડ પર અને ઓનલાઈન બન્ને રીતે ઉપલબ્ધ બનશે. એક અખબારના સંપાદક કલાઉડિયો સેરાસાના જણાવ્યા મુજબ લેખ લખવાની હેડલાઈન બધું એઆઈ દ્વારા તૈયાર કરાયું છે. દરેક લેખન માટે અને ઉદાહરણ-સારાંશ અને અન્ય સામગ્રી પણ એઆઈએ તૈયાર કરી છે અને હવે તેઓએ ઉમેર્યુ કે પત્રકારોની ભૂમિકા હવે સવાલ પૂછવાથી જવાબ વાંચવા સુધીની જ હશે.
પ્રથમ એઆઈ એડીશનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુટીન અને ઈટલીની અર્થવ્યવસ્થા પર સમાચાર છે. ઉપરાંત સમગ્ર આલેખનમાં વ્યાકરણ ભુલો પણ દેખાઈ નથી. ઉપરાંત આર્ટીકલમાં કઈ રીતે યુરોપીયન યુવા વર્ગ કાયમી સંબંધોથી બચી રહ્યા છે. તે અંગે લખાયુ છે.
તો અંતિમ પેઈજમાં વાંચકોના અભિપ્રાય પણ અપાયા છે જે પણ એઆઈ જનરેટેડ છે. હવે આ રીતે અખબારથી શું પત્રકારોની ભૂમિકા ઘટી જશે તેના પર સંપાદકે કહ્યું કે, આ એક અદભૂત શોધ છે છતાં પણ યોગ્ય ખાંડ સાથે કોફીનો ઓર્ડર કેમ આપવો તે હજું તે કહી શકતુ નથી.
આ અખબારના નામ ‘ઈલ-ફોગ્લિયો’નો અર્થ ધરોવર/ધ શીદ થાય છે. 1996માં આ અખબારનો પ્રારંભ થયો હતો. આ અખબાર એક ટેસ્ટીંગ કેસ બની ગયો છે. પ્રેકટીકલ રીતે પણ એઆઈ કઈ રીતે કામ કરી શકે છે તે પ્રદર્શિત થશે અને આગામી સમયમાં જર્નાલીઝમમાં ટેકનોલોજીની અસર કઈ રીતે થશે તે પણ નિશ્ચિત કરશે.
આ અખબારના એઆઈને લેટેસ્ટ ન્યુઝ ડેટાનો સોર્સ અપાયો હતો. તેના પરથી તેણે સમાચાર પસંદ કર્યા પણ તે આ ન્યુઝ પણ ‘આર્ટિફીશ્યલ’ નથી તે નિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.