By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    18 hours ago
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    19 hours ago
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    3 days ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    4 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
    19 hours ago
    FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક
    19 hours ago
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    3 days ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    3 days ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    6 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: world cup 2023:છઠ્ઠી વાર વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું ઓસ્ટ્રેલિયા, ભારતનો પરાજય થયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > world cup 2023:છઠ્ઠી વાર વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું ઓસ્ટ્રેલિયા, ભારતનો પરાજય થયો
ખાસ-ખબરસ્પોર્ટ્સ

world cup 2023:છઠ્ઠી વાર વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું ઓસ્ટ્રેલિયા, ભારતનો પરાજય થયો

Khaskhabar Editor
Last updated: 2023/11/20 at 10:50 AM
Khaskhabar Editor 3 years ago
Share
6 Min Read
SHARE

ફાઈનલમાં ભારતને હરાવીને ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વાર વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું છે. ઓસ્ટ્રેલિયા સામે ભારત બીજી વાર વર્લ્ડ કપથી ચૂક્યું છે.

વનડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા અજેય બન્યું છે. વધુ એક વાર ઓસ્ટ્રેલિયાએ ભારત પાસેથી વર્લ્ડ કપ આંચકી લીધો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ છ વિકેટથી ભારતને હરાવીને છઠ્ઠી વાર વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું છે. વર્લ્ડ કપની ફાઈનલમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે બીજી વાર હાર્યું છે. આ પહેલા 2003ની સાલમાં પણ ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતને હરાવ્યું હતું. પહેલા બેટિંગ કરીને ભારતે 50 ઓવરમાં 240 રન કર્યાં હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ પૂરો કરી લઈને ભારત પાસેથી વર્લ્ડ કપ આંચકી લીધો હતો.

- Advertisement -

ટ્રેવિસ હેડની સદીએ ડૂબાડી ભારતની નૈયા
ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડે ભારતની નૈયા ડૂબાડી દીધી હતી. ભારતના 3 ફાસ્ટ અને 2 સ્પીનરો પણ ટ્રેવિડ હેડને આઉટ નહોતો કરી શક્યા. ટ્રેવિસ હેડ સદી ફટકારીને ઓસ્ટ્રેલિયાની મહાજીતનો પાયો નાખ્યો હતો. ટ્રેવિસ હેડે 120 બોલમાં 137 રન ફટકારીને ભારતની જીત અશક્ય કરી મૂકી હતી. 241 રનનો ટાર્ગેટ પૂરો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે સાવ સસ્તામાં 3 વિકેટ ગુમાવી દેતા ભારતની આશા જાગી હતી અને કરોડો ભારતીયોને પણ લાગતું હતું કે વર્લ્ડ કપ હવે ભારતનો છે પરંતુ ત્યાર પછી બેટિંગ માટે આવેલા ટ્રેવિસ હેડે સદીથી પણ વધારે રન ફટકારીને ભારતનું જીતનું સપનું ચકનાચૂર કર્યું હતું. ટ્રેવિસ હેડ ઉપરાંત માર્નસ લાબુસેન 110 બોલમાં 58 રન ફટકાર્યાં હતા. સરવાળે ઓસ્ટ્રેલિયાની મહાજીત માટે હેડ અને લાબુસેન જ જવાબદાર હતા.

1987 🏆 1999 🏆 2003 🏆 2007 🏆 2015 🏆 2️⃣0️⃣2️⃣3️⃣ 🏆

𝙰𝚄𝚂𝚃𝚁𝙰𝙻𝙸𝙰 𝙰𝚁𝙴 #𝙲𝚆𝙲𝟸𝟹 𝙲𝙷𝙰𝙼𝙿𝙸𝙾𝙽𝚂 🎉 pic.twitter.com/QtzBty5Ewl

- Advertisement -

— ICC (@ICC) November 19, 2023

મેક્સવેલે કર્યાં છેલ્લા 2 વિજયી રન

છેલ્લે જ્યારે બે બોલ બાકી હતા છેક ત્યારે જામી ગયેલો હેડ આઉટ થયો હતો અને ઓસ્ટ્રેલિયાને જીત માટે ફક્ત 2 રનની જરુર હતી. હેડના આઉટ થયા બાદ મેક્સવેલ બેટિંગ માટે આવ્યો અને તેણે હેવી શોટ ફટકારીને 2 રન કરી લેતા ઓસ્ટ્રેલિયા જીતી ગયું હતું.

ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વાર વર્લ્ડ ચેમ્પિયન
ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વાર વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું છે. આ પહેલા 2003ના વર્લ્ડ કપની ફાઈનલમાં પણ ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયા સામે બીજી વાર પણ વર્લ્ડ કપ ન મળતાં 140 કરોડ ભારતીયોનું સપનું તૂટ્યું હતું.

ભારતના બેટર્સનો ફ્લોપ શો
પહેલા બેટિંગ કરીને ભારતે 50 ઓવરમાં બધી વિકેટ ગુમાવીને 240 રન કર્યાં હતા. ફાઈનલમાં ટીમ ઈન્ડીયાના ખેલાડીઓ કાચા પડ્યાં હતા. શરુઆતમાં 81 રનમાં જ ભારતની ત્રણ મોટી વિકેટ પડી ગઈ હતી. ગિલ અને અય્યર ચાર રન બનાવીને આઉટ થયા હતા. કેપ્ટન રોહિત શર્મા પાસેથી સારી આશા હતી પરંતુ તે પણ 47 રન કરીને જતો રહ્યો. રોહિત બાદ બધો મદાર કિંગ કોહલી પર આવી ગયો હતો પરંતુ અહીં પણ કોહલીએ નિરાશ કર્યાં અને 54 રનમાં તે પણ પેવેલિયન જતો રહ્યો. કોહલી બાદ કેએલ રાહુલે એકલે હાથે બાજી સંભાળી હતી અને તેણે થોડું વધારે ખેંચ્યું હતું. રાહુલે 66 જેટલા રન કરીને ટીમ ઈન્ડીયાના સ્કોર થોડો સન્માનજનક સ્તરે લઈ ગયો હતો. જો કોહલી અને રાહુલે પણ સાવ સસ્તામાં આઉટ થયાં હોત તો 240 રન પણ ન થઈ શક્યા હોત. ત્યાર બાદ સુર્યકુમાર યાદવ પણ ખાસ કંઈ ઉકાળી શક્યો નહોતો. સુર્યકુમારે 18 રનમાં આઉટ થયો હતો. એ પછી શમી, સિરાજ પણ થોડા રનમાં તરત પેવેલિયન જતાં રહેતા ભારતીય ટીમ 240 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

Australia downed India to lift the Men's @cricketworldcup for a record sixth time in Ahmedabad 💪

A flawless performance 👏#CWC23 | #INDvAUS pic.twitter.com/gIOYUApzHj

— ICC (@ICC) November 19, 2023

ફાઈનલમાં શરુઆતમાં ભારતીય ટીમ મુસીબતમાં
વર્લ્ડ કપની ફાઈનલમાં શરુઆતમાં જ ભારત ટીમ મુસીબતમાં મૂકાઈ હતી. ભારતની 3 વિકેટ સાવ સસ્તામાં પડી ગઈ હતી. ઓપનિંગમાં ગિલ 4 તો અય્યર 4 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. કેપ્ટન રોહિત શર્મા પણ ઝાઝુ કંઈ ન કરી શક્યો, તે પણ 47 રનમાં પેવેલિયન ભેગો થઈ ગયો હતો. આમ 81 રનમાં ભારતની 3 વિકેટ પડી જતાં ફેન્સ ચિંતાતુર થયા હતા અને આવીને આવી રમત રહી તો ભારત શું થાશે તે ચિંતા થવા લાગી હતી.

ટોસ જીતીને પણ બોલિંગ લઈને ઓસ્ટ્રેલિયાના કેપ્ટને ચોંકાવ્યાં
ફાઇનલમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પેટ કમિન્સે પહેલા બોલિંગ કરવાના નિર્ણય અંગે જણાવ્યું હતું કે, “અમે પહેલા બોલિંગ કરી રહ્યા છીએ. વિકેટ ડ્રાય વિકેટ જેવી લાગે છે. ઝાકળ એક પરિબળ છે. પાછળથી આના પર બેટિંગ કરવી વધુ સારું બને છે. ટુર્નામેન્ટની શરૂઆત મુશ્કેલ રહી હતી, તે પછી ખરેખર કોઈ ભૂલ થઈ નથી. આ બધું સંપૂર્ણપણે વ્યવસ્થિત છે. અમે ભારતીય ખેલાડીઓ સાથે ઘણું રમ્યા છીએ. અમે સેમીફાઈનલ ટીમ સાથે જઈ રહ્યા છીએ.

A century in the #CWC23 Final!

Take a bow, Travis Head 👏#INDvAUS pic.twitter.com/cMStdnUV4Y

— ICC (@ICC) November 19, 2023

ઓસ્ટ્રેલિયાના બોલર્સે કેટલી કેટલી વિકેટ લીધી
ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય જોશ હેઝલવુડ અને પેટ કમિન્સને બે-બે સફળતા મળી. ભારતનો સ્કોર 80 રન હતો ત્યારે પ્રથમ 10 ઓવરમાં તોફાની શરૂઆત થઈ હતી, પરંતુ રોહિત શર્માના આઉટ થયા બાદ રનની ગતિ થંભી ગઈ હતી. 11 થી 40 ઓવરની વચ્ચે ભારતીય બેટ્સમેનો માત્ર બે બાઉન્ડ્રી ફટકારી શક્યા હતા. ઓસ્ટ્રેલિયન બોલરોએ ચોક્કસ આયોજન સાથે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તે દરેક ભારતીય બેટ્સમેન માટે અલગ આયોજન સાથે આવ્યો હતો.

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન :
ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, મિશેલ માર્શ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, જોશ ઈંગ્લિસ, મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ (કેપ્ટન), હેઝલવુડ, એડમ ઝમ્પા.

ભારતની પ્લેઈંગ ઈલેવન :
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

You Might Also Like

ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું

રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની

ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે

બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ

નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !

TAGGED: australia, champion, teamindia, worldcup2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સારા તેંડુલકરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો ગજબ વીડિયો કર્યો પોસ્ટ, જુઓ વીડિયો
Next Article World Cup 2023: વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની હાર પર પીએમ મોદીની પ્રતિક્રિયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
સુરતની ફિશ માર્કેટને ‘નરેન્દ્ર મોદી’નું નામ અપાતાં વિવાદ
ધારાસભ્ય રમેશ ટીલારા દ્વારા 29મીએ વિનામૂલ્યે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ
લાખાજીરાજ રોડ-ધર્મેન્દ્ર રોડ પર ફરીવાર ફેરિયાઓનો ત્રાસ
રામનાથ મંદિરે ભાવિકોને અગવડ ન પડે તે માટે 1000 ફૂટની ગ્રીલ ફીટ કરાઇ
મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
સ્પોર્ટ્સ

રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
સ્પોર્ટ્સ

ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?