By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હમાસ ગાઝા પર કબજો છોડશે, બંધકોને મુક્ત કરશે
    2 days ago
    તાલિબાન સરકારના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકી આવશે ભારતની મુલાકાતે
    2 days ago
    POKમાં સૌથી વધુ વસ્તી હિન્દૂ કે મુસ્લિમની છે ? ચાલો જાણીયે
    2 days ago
    રશિયન સેના દ્વારા અનેક યુક્રેનિયન સૈન્ય ઠેકાણા અને ગેસ પ્લાન્ટન પર હુમલો
    2 days ago
    જાપાન/ સાને તાકાઇચી એલડીપીના નવા નેતા તરીકે ચૂંટાયા, ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા પીએમ બનશે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    PM મોદી 8 ઓક્ટોબરે નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે
    2 days ago
    પ્રિલિમ્સ પુરી થતા જ આવી જશે આન્સર કી, UPSCનો નિર્ણય
    2 days ago
    ભારતીય ન્યાયતંત્ર કાયદાના શાસન માટે છે, બુલડોઝર ન્યાય માટે નહીં; પોતાના ચુકાદાને ટાંકે છે: મોરેશિયસમાં CJI BR ગવઈ
    2 days ago
    નવ બાળકોના મૃત્યુ બાદ મધ્યપ્રદેશ સરકારે કોલ્ડ્રીફ સિરપના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો
    2 days ago
    ફ્લિપકાર્ડ, ઝોમેટો જેવી ઇ-કોમર્સ કંપની એક્સ્ટ્રા ડિલિવરી ચાર્જ લે છે તો તેમની સામે કાર્યવાહી થશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો એક ઈનિંગ અને 140 રને ભવ્ય વિજય, જાડેજાનો તરખાટ
    2 days ago
    Hats Off Surya!! આખી ટૂર્નામેન્ટની મેચ ફી ભારતીય સેનાને અર્પણ
    7 days ago
    ભારતની જીત બાદ PCBના વડા મોહસીન નકવીએ ટ્રોફી-મેડલ ચોર્યાં!
    7 days ago
    ભારતીય ટીમે ઉજવણી તો કરી પણ હવે ટ્રોફી મળશે?
    7 days ago
    પાકિસ્તાની કેપ્ટ પોતાની મેચની ફી ઓપરેશન સિંદૂરમાં ઠાર થયેલા આતંકીઓના પરિવારને દાન કરશે
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    બોલિવૂડના મોટા સ્ટાર્સની કમાણી હવે માત્ર ફિલ્મો પર નિર્ભર નથી
    4 days ago
    શિલ્પા અને રાજને થાઈલેન્ડ ત્રણ દિવસના વેકેશન પર જવાની અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી
    4 days ago
    શ્રદ્ધા કપૂરે એનિમેટેડ ફિલ્મ ‘છોટી સ્ત્રી’ની જાહેરાત કરી
    7 days ago
    દિલજીત -પરિણિતીની અમર સિંહ ચમકીલા માટે ઇન્ટરનેશનલ એમી એવોર્ડ માટે નોમિનેટ
    1 week ago
    સરદારજી 3 વિવાદ બાદ દિલજીત દોસાંઝે ભારત-પાકિસ્તાનની મેચો પર કટાક્ષ કર્યો
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    Dussehra 2025 : દશેરા પર પૂજા કરવાનો શુભ સમય અને કાલે રાવણનું દહન ક્યારે કરવામાં આવશે? ચાલો જાણીયે
    5 days ago
    આજે જાણો નવરાત્રી દરમિયાન તુલસીની પૂજા સાથે સંકળાયેલી કેટલીક ખાસ રીતો અને તેના ફાયદાઓ વિશે
    2 weeks ago
    આશાપુરા મંદિર શક્તિ અને ભક્તિના અનોખા સંગમનું પ્રતીક
    2 weeks ago
    શક્તિ અને આરાધનાના પર્વનો પ્રારંભ
    2 weeks ago
    આજે અનંત ચતુર્દશી: દુર્લભ સંયોગ હોવાથી આ નિયમોનું પાલન અવશ્ય કરો
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સ્વિગી-ઝોમેટો ગ્રાહકોને આપે છે આકરા ડામ
    1 week ago
    રેસકોર્સના ગાર્ડનમાં ગંદકી અને ઉંદરોનો અસહ્ય ત્રાસ
    2 weeks ago
    આસિસ્ટન્ટ પ્રોફેસર ભાવિક કંટેસરિયા, ભાવેશ રાબા અને પલક સખીયાને ભરતીના ડાયરેક્ટ ઓર્ડરની લ્હાણી
    2 weeks ago
    શિક્ષણ સમિતિનાં ચેરમેનની ગાડી ‘લોગ બૂક’ કોણ મેઈન્ટેઈન કરે છે?
    3 weeks ago
    VC ઉત્પલ જોશીના રાજમાં સંઘી-સવર્ણોને ઘી-કેળા!
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: world cup 2023:છઠ્ઠી વાર વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું ઓસ્ટ્રેલિયા, ભારતનો પરાજય થયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > world cup 2023:છઠ્ઠી વાર વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું ઓસ્ટ્રેલિયા, ભારતનો પરાજય થયો
ખાસ-ખબરસ્પોર્ટ્સ

world cup 2023:છઠ્ઠી વાર વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું ઓસ્ટ્રેલિયા, ભારતનો પરાજય થયો

Khaskhabar Editor
Last updated: 2023/11/20 at 10:50 AM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

ફાઈનલમાં ભારતને હરાવીને ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વાર વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું છે. ઓસ્ટ્રેલિયા સામે ભારત બીજી વાર વર્લ્ડ કપથી ચૂક્યું છે.

વનડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા અજેય બન્યું છે. વધુ એક વાર ઓસ્ટ્રેલિયાએ ભારત પાસેથી વર્લ્ડ કપ આંચકી લીધો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ છ વિકેટથી ભારતને હરાવીને છઠ્ઠી વાર વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું છે. વર્લ્ડ કપની ફાઈનલમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે બીજી વાર હાર્યું છે. આ પહેલા 2003ની સાલમાં પણ ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતને હરાવ્યું હતું. પહેલા બેટિંગ કરીને ભારતે 50 ઓવરમાં 240 રન કર્યાં હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ પૂરો કરી લઈને ભારત પાસેથી વર્લ્ડ કપ આંચકી લીધો હતો.

- Advertisement -

ટ્રેવિસ હેડની સદીએ ડૂબાડી ભારતની નૈયા
ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડે ભારતની નૈયા ડૂબાડી દીધી હતી. ભારતના 3 ફાસ્ટ અને 2 સ્પીનરો પણ ટ્રેવિડ હેડને આઉટ નહોતો કરી શક્યા. ટ્રેવિસ હેડ સદી ફટકારીને ઓસ્ટ્રેલિયાની મહાજીતનો પાયો નાખ્યો હતો. ટ્રેવિસ હેડે 120 બોલમાં 137 રન ફટકારીને ભારતની જીત અશક્ય કરી મૂકી હતી. 241 રનનો ટાર્ગેટ પૂરો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે સાવ સસ્તામાં 3 વિકેટ ગુમાવી દેતા ભારતની આશા જાગી હતી અને કરોડો ભારતીયોને પણ લાગતું હતું કે વર્લ્ડ કપ હવે ભારતનો છે પરંતુ ત્યાર પછી બેટિંગ માટે આવેલા ટ્રેવિસ હેડે સદીથી પણ વધારે રન ફટકારીને ભારતનું જીતનું સપનું ચકનાચૂર કર્યું હતું. ટ્રેવિસ હેડ ઉપરાંત માર્નસ લાબુસેન 110 બોલમાં 58 રન ફટકાર્યાં હતા. સરવાળે ઓસ્ટ્રેલિયાની મહાજીત માટે હેડ અને લાબુસેન જ જવાબદાર હતા.

1987 🏆 1999 🏆 2003 🏆 2007 🏆 2015 🏆 2️⃣0️⃣2️⃣3️⃣ 🏆

𝙰𝚄𝚂𝚃𝚁𝙰𝙻𝙸𝙰 𝙰𝚁𝙴 #𝙲𝚆𝙲𝟸𝟹 𝙲𝙷𝙰𝙼𝙿𝙸𝙾𝙽𝚂 🎉 pic.twitter.com/QtzBty5Ewl

- Advertisement -

— ICC (@ICC) November 19, 2023

મેક્સવેલે કર્યાં છેલ્લા 2 વિજયી રન

છેલ્લે જ્યારે બે બોલ બાકી હતા છેક ત્યારે જામી ગયેલો હેડ આઉટ થયો હતો અને ઓસ્ટ્રેલિયાને જીત માટે ફક્ત 2 રનની જરુર હતી. હેડના આઉટ થયા બાદ મેક્સવેલ બેટિંગ માટે આવ્યો અને તેણે હેવી શોટ ફટકારીને 2 રન કરી લેતા ઓસ્ટ્રેલિયા જીતી ગયું હતું.

ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વાર વર્લ્ડ ચેમ્પિયન
ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વાર વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું છે. આ પહેલા 2003ના વર્લ્ડ કપની ફાઈનલમાં પણ ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયા સામે બીજી વાર પણ વર્લ્ડ કપ ન મળતાં 140 કરોડ ભારતીયોનું સપનું તૂટ્યું હતું.

ભારતના બેટર્સનો ફ્લોપ શો
પહેલા બેટિંગ કરીને ભારતે 50 ઓવરમાં બધી વિકેટ ગુમાવીને 240 રન કર્યાં હતા. ફાઈનલમાં ટીમ ઈન્ડીયાના ખેલાડીઓ કાચા પડ્યાં હતા. શરુઆતમાં 81 રનમાં જ ભારતની ત્રણ મોટી વિકેટ પડી ગઈ હતી. ગિલ અને અય્યર ચાર રન બનાવીને આઉટ થયા હતા. કેપ્ટન રોહિત શર્મા પાસેથી સારી આશા હતી પરંતુ તે પણ 47 રન કરીને જતો રહ્યો. રોહિત બાદ બધો મદાર કિંગ કોહલી પર આવી ગયો હતો પરંતુ અહીં પણ કોહલીએ નિરાશ કર્યાં અને 54 રનમાં તે પણ પેવેલિયન જતો રહ્યો. કોહલી બાદ કેએલ રાહુલે એકલે હાથે બાજી સંભાળી હતી અને તેણે થોડું વધારે ખેંચ્યું હતું. રાહુલે 66 જેટલા રન કરીને ટીમ ઈન્ડીયાના સ્કોર થોડો સન્માનજનક સ્તરે લઈ ગયો હતો. જો કોહલી અને રાહુલે પણ સાવ સસ્તામાં આઉટ થયાં હોત તો 240 રન પણ ન થઈ શક્યા હોત. ત્યાર બાદ સુર્યકુમાર યાદવ પણ ખાસ કંઈ ઉકાળી શક્યો નહોતો. સુર્યકુમારે 18 રનમાં આઉટ થયો હતો. એ પછી શમી, સિરાજ પણ થોડા રનમાં તરત પેવેલિયન જતાં રહેતા ભારતીય ટીમ 240 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

Australia downed India to lift the Men's @cricketworldcup for a record sixth time in Ahmedabad 💪

A flawless performance 👏#CWC23 | #INDvAUS pic.twitter.com/gIOYUApzHj

— ICC (@ICC) November 19, 2023

ફાઈનલમાં શરુઆતમાં ભારતીય ટીમ મુસીબતમાં
વર્લ્ડ કપની ફાઈનલમાં શરુઆતમાં જ ભારત ટીમ મુસીબતમાં મૂકાઈ હતી. ભારતની 3 વિકેટ સાવ સસ્તામાં પડી ગઈ હતી. ઓપનિંગમાં ગિલ 4 તો અય્યર 4 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. કેપ્ટન રોહિત શર્મા પણ ઝાઝુ કંઈ ન કરી શક્યો, તે પણ 47 રનમાં પેવેલિયન ભેગો થઈ ગયો હતો. આમ 81 રનમાં ભારતની 3 વિકેટ પડી જતાં ફેન્સ ચિંતાતુર થયા હતા અને આવીને આવી રમત રહી તો ભારત શું થાશે તે ચિંતા થવા લાગી હતી.

ટોસ જીતીને પણ બોલિંગ લઈને ઓસ્ટ્રેલિયાના કેપ્ટને ચોંકાવ્યાં
ફાઇનલમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પેટ કમિન્સે પહેલા બોલિંગ કરવાના નિર્ણય અંગે જણાવ્યું હતું કે, “અમે પહેલા બોલિંગ કરી રહ્યા છીએ. વિકેટ ડ્રાય વિકેટ જેવી લાગે છે. ઝાકળ એક પરિબળ છે. પાછળથી આના પર બેટિંગ કરવી વધુ સારું બને છે. ટુર્નામેન્ટની શરૂઆત મુશ્કેલ રહી હતી, તે પછી ખરેખર કોઈ ભૂલ થઈ નથી. આ બધું સંપૂર્ણપણે વ્યવસ્થિત છે. અમે ભારતીય ખેલાડીઓ સાથે ઘણું રમ્યા છીએ. અમે સેમીફાઈનલ ટીમ સાથે જઈ રહ્યા છીએ.

A century in the #CWC23 Final!

Take a bow, Travis Head 👏#INDvAUS pic.twitter.com/cMStdnUV4Y

— ICC (@ICC) November 19, 2023

ઓસ્ટ્રેલિયાના બોલર્સે કેટલી કેટલી વિકેટ લીધી
ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય જોશ હેઝલવુડ અને પેટ કમિન્સને બે-બે સફળતા મળી. ભારતનો સ્કોર 80 રન હતો ત્યારે પ્રથમ 10 ઓવરમાં તોફાની શરૂઆત થઈ હતી, પરંતુ રોહિત શર્માના આઉટ થયા બાદ રનની ગતિ થંભી ગઈ હતી. 11 થી 40 ઓવરની વચ્ચે ભારતીય બેટ્સમેનો માત્ર બે બાઉન્ડ્રી ફટકારી શક્યા હતા. ઓસ્ટ્રેલિયન બોલરોએ ચોક્કસ આયોજન સાથે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તે દરેક ભારતીય બેટ્સમેન માટે અલગ આયોજન સાથે આવ્યો હતો.

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન :
ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, મિશેલ માર્શ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, જોશ ઈંગ્લિસ, મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ (કેપ્ટન), હેઝલવુડ, એડમ ઝમ્પા.

ભારતની પ્લેઈંગ ઈલેવન :
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

You Might Also Like

અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો એક ઈનિંગ અને 140 રને ભવ્ય વિજય, જાડેજાનો તરખાટ

હમાસ ગાઝા પર કબજો છોડશે, બંધકોને મુક્ત કરશે

Hats Off Surya!! આખી ટૂર્નામેન્ટની મેચ ફી ભારતીય સેનાને અર્પણ

ભારતની જીત બાદ PCBના વડા મોહસીન નકવીએ ટ્રોફી-મેડલ ચોર્યાં!

ભારતીય ટીમે ઉજવણી તો કરી પણ હવે ટ્રોફી મળશે?

TAGGED: australia, champion, teamindia, worldcup2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સારા તેંડુલકરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો ગજબ વીડિયો કર્યો પોસ્ટ, જુઓ વીડિયો
Next Article World Cup 2023: વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની હાર પર પીએમ મોદીની પ્રતિક્રિયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

મધ્યપ્રદેશ અને રાજસ્થાન બાદ હવે ગુજરાતમાં પણ આરોગ્ય મંત્રીએ કફ સિરપના વેચાણ અંગે તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
PM મોદી 8 ઓક્ટોબરે નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે
પ્રિલિમ્સ પુરી થતા જ આવી જશે આન્સર કી, UPSCનો નિર્ણય
ગ્રીનકાર્ડ કેમ મેળવશો?
અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો એક ઈનિંગ અને 140 રને ભવ્ય વિજય, જાડેજાનો તરખાટ
હમાસ ગાઝા પર કબજો છોડશે, બંધકોને મુક્ત કરશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો એક ઈનિંગ અને 140 રને ભવ્ય વિજય, જાડેજાનો તરખાટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
આંતરરાષ્ટ્રીયખાસ-ખબર

હમાસ ગાઝા પર કબજો છોડશે, બંધકોને મુક્ત કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
સ્પોર્ટ્સ

Hats Off Surya!! આખી ટૂર્નામેન્ટની મેચ ફી ભારતીય સેનાને અર્પણ

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?