પૂ. મુક્તાનંદબાપુનાં આશીર્વાદથી 200 જેટલાં બાળકો અંગ્રેજી શીખી રહ્યાં છે
ઉનાળુ વેકેશનમાં પુ.મુક્તાનંદબાપુની પ્રેરણાથી બાળકોમાં અંગ્રેજી શિક્ષણ અને આનંદની ધારા વહી રહી છે. ચાપરડા આનંદધારા પ્રોજેકટ હેઠળ વિસાવદર તાલુકાનાં ગામડામાં અંગ્રેજી વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. આ વર્ગોમાં અંદાજે 200 થી વધુ બાળકો અંગ્રેજી શીખી રહ્યાં છે. સાથે વિવિધ રમતો પણ રમી રહ્યાં છે. ચાપરડાનાં પૂ. મુક્તાનંદબાપુએ છેલ્લા 4 વર્ષથી શિક્ષણની જ્યોત જલાવી છે. બાપુએ આનંદધારા પ્રોજેકટ હેઠળ વિસાવદર તાલુકનાં 30 ગામની 33 પ્રાથમિક શાળા દત્તક લીધી છે. શાળામાં શિક્ષણની સાથે સુવિધા પણ પુરી પાડી રહ્યાં છે. હાલ શાળાઓમાં વેકેશન પડતા પુ.મુકતાનંદબાપુનાં આશીર્વાદથી અંગ્રેજી વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. ડો. નલીન પંડિતનાં માર્ગદર્શનમાં આંનદધારાનાં કાળુભાઇ વેગડા, દીપકભાઇ તેરૈયા, શાળાનાં આચાર્ય , બીપીનભાઇ વાઘમસી સહિતનાં અંગ્રેજી વર્ગો માટે જહેમત ઉઠાવી રહ્યાં છે.
- Advertisement -
આ અંગે આનંદધારા પ્રોજેકટમાં શરૂઆતથી જોડાયેલા ભરતભાઇ મેસીયાએ જણાવ્યું હતું કે, હાલ વેકેશન છે ત્યારે વિસાવદર તાલુકાનાં ગામડાઓમાં પુ.મુક્તાનંદબાપુની પ્રેરણા અને ડો. નલિન પંડિતનાં માર્ગદર્શનમાં અંગ્રેજી વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. સામાન્ય રીતે વેકેશનમાં બાળકો શિક્ષણથી દુર થઇ જતા હોય છે. ત્યારે વેકેશનમાં સમયનો સદઉપયોગ કરી બાળકો અંગ્રેજી શીખતા થાય તેવા હેતુંથી વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. 30 પૈકી 6 શાળામાં અંગ્રેજી વર્ગો ચાલી રહ્યાં છે. આ વર્ગોમાં અંદાજે 200 થી વધુ બાળકોએ અંગ્રેજી શીખી રહ્યાં છે. વેકેશનમાં નિયમીત સવારે 9 થી 11 વાગ્યા સુધી વર્ગો ચલાવવામાં આવે છે. અંગ્રેજીનાં શિક્ષણ સાથે બાળકોને વિવિધ રમતો પણ રમાડવામાં આવે છે.
- Advertisement -
મંગળવારે મુક્તાનંદબાપુનાં જન્મ દિને રક્તતુલા કરાશે
તા. 17 મેનાં મુકતાનંદબાપુનો જન્મ દિવસ છે. આ પ્રસંગે રકતતુલા કરવામાં આવશે. આ પ્રસંગે જૂનાગઢનાં બીલનાથ મંદિર પાસે આવેલા પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે રાજગોર બ્રાહ્મણ યુવક મંડળ, સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સવારનાં 10 થી બપોરનાં 2 વાગ્યા સુધી રકતદાન કેમ્પ થશે, બાદ સાંજનાં પુ.મુકતાનંદબાપુની રક્તતુલા કરવામાં આવશે. આ તકે પુ.શેરનાથબાપુ, સતાધારનાં પુ. વિજયબાપુ ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમને સફળ બનાવવા અશોકભાઇ પંડ્યા, કમલેશભાઇ ભરાડ, જયદેવભાઇ જોષી, કાર્તિકભાઇ ઠાકર, વિશાલભાઇ જોષી, પી.સી.ભટ્ટ સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.
આ અંગે આનંદધારા પ્રોજેકટમાં શરૂઆતથી જોડાયેલા ભરતભાઇ મેસીયાએ જણાવ્યું હતું કે, હાલ વેકેશન છે ત્યારે વિસાવદર તાલુકાનાં ગામડાઓમાં પુ.મુક્તાનંદબાપુની પ્રેરણા અને ડો. નલિન પંડિતનાં માર્ગદર્શનમાં અંગ્રેજી વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. સામાન્ય રીતે વેકેશનમાં બાળકો શિક્ષણથી દુર થઇ જતા હોય છે. ત્યારે વેકેશનમાં સમયનો સદઉપયોગ કરી બાળકો અંગ્રેજી શીખતા થાય તેવા હેતુંથી વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. 30 પૈકી 6 શાળામાં અંગ્રેજી વર્ગો ચાલી રહ્યાં છે. આ વર્ગોમાં અંદાજે 200 થી વધુ બાળકોએ અંગ્રેજી શીખી રહ્યાં છે. વેકેશનમાં નિયમીત સવારે 9 થી 11 વાગ્યા સુધી વર્ગો ચલાવવામાં આવે છે. અંગ્રેજીનાં શિક્ષણ સાથે બાળકોને વિવિધ રમતો પણ રમાડવામાં આવે છે.
ગામની દીકરીઓ અંગ્રેજી શીખવી રહી છે
આનંદધારા પ્રોજેકટ હેઠળ અંગ્રેજી વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. ગામની શાળામાં બાળકો અંગ્રેજી શીખવા આવી રહ્યાં છે. તેમજ ગામની શિક્ષીત દીકરીઓ દ્વારા અંગ્રેજી શીખવવામાં આવી રહ્યું છે. આ માટે આનંદ ધારા પ્રોજેકટ દ્વારા આ સેવા પૂરી પાડતી દીકરીઓને માનદવેતન પણ આપવામાં આવી રહ્યું છે.
નિયમીત પ્રગતિ અહેવાલની સમીક્ષા કરાય છે
નિયામક કક્ષાનાં નિવૃત અધિકારી ડો. નલિન પંડિતનું સતત માર્ગદર્શન મળી રહ્યું છે. કાળઝાળ ગરમીનાં પણ આ પ્રોજેકટને લઇ મહેનત કરી રહ્યાં છે. તેમજ અંગ્રેજી વર્ગોનું સતત ફોલોઅપ લેવામાં આવે છે. નિયમીત પ્રગતી અહેવાલ તૈયાર કરી તેની સમીક્ષા કરવામાં આવે છે.
3 જિલ્લાનાં નેસની શાળા પણ દત્તક લીધી
મુક્તાનંદબાપુએ જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાનાં નેસ વિસ્તારની શાળાઓ પણ દત્તક લીધી છે. વન વિભાગ મદદથી અહી સેડ ઉભા કરવામાં આવશે. તેમજ શિક્ષણને લઇ તાલીમ વર્ગો પણ ચલાવવામાં આવશે. ટુંકમાં જ્યાં નેટ નથી પહોચ્યું ત્યાં મુક્તાનંદબાપુનો સ્નેહ પહોચ્યો છે.
દીકરીઓને તજજ્ઞો દ્વારા અંગ્રેજી વિષયની તાલીમ અપાઇ
કેમ્બ્રિજ યુનિ. અને જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર દ્વારા તાલીમ પામેલા તજજ્ઞો દ્વારા અંગ્રેજી વિષયની તાલીમ અપાઈ છે. જેના આધારે દીકરીઓ સરસ રીતે વર્ગોમાં અંગ્રેજી બાળકોને શીખવી રહી છે.હાલ 6 શાળાઓમાં શાળા દીઠ અંદાજે 30 બાળકો વર્ગોમાં જોડાયા છે.