ઐતિહાસિક ઉડાન: દુનિયાની પહેલી ગ્રીન ફ્લાઇટ
ખાસ-ખબર સંવાદદાતા
અનેક ભારતીય જિદ્દાહથી મેડ્રિડની વચ્ચે ગુરુવારે એ ઐતિહાસિક ઉડાનનો હિસ્સો બન્યા, જે જળવાયુ પરિવર્તન રોકવાને લઈ દુનિયાની પહેલી ગ્રીન ફ્લાઇટના રૂપમાં નોંધવામાં આવી. આ ઉડાન માટે દરેક સ્તરે વિમાનની કાર્બન ફુટ પ્રિન્ટ ઓછી કરવાની વ્યવસ્થા કરવામાં આવી. એક જ ઉડાનથી 8થી 10 હજાર કિલો કાર્બનનું ઉત્સર્જન રોકવાની વ્યવસ્થા કરવામાં આવી. બદલામાં મુસાફરોને જળવાયુ પરિવર્તનના ખતરાથી બચાવવા માટે ગ્રીન પોઇન્ટ્સ આપવામાં આવ્યા, જેને મુસાફરો આગામી ઉડાનોમાં રિડીમ કરી શકશે.
દરેક મુસાફરને વિમાનમાં 23-23 કિલોની બે બેગ લઈ જવાની મંજૂરી હતી. મુસાફરો પાસેથી પહેલા જ પૂછી લેવામાં આવ્યું કે કેટલા કિલો સામાન લઈને આવશે. જો કોઈ મુસાફર 7 કિલો ઓછું વજન લઈને આવે તો તેને 700 ગ્રીન પોઇન્ટ્સ આપવામાં આવ્યા. 10 કલાકની ઉડાનમાં 7 કિલો વજન ઓછું હોવાથી 36 કિલો કાર્બન ડાયોક્સાઇડ ઓછું નીકળે છે.