કરીનાએ અમ્રિતાને કોરોના થતા તેમની સાથે પાર્ટી કરનાર દરેકને ટેસ્ટ કરાવવા કહ્યું
ખાસ-ખબર સંવાદદાતા
તેની સાથે તેની બેસ્ટ ફ્રેન્ડ અમ્રિતા પણ પોઝિટિવ થતાં બીએમસીએ તેમની સાથે પાર્ટી કરનાર કરણ જોહર અને આલિયા ભટ્ટ સહિત દરેકને ટેસ્ટ કરાવવા કરી વિનંતી કરીના કપૂર ખાન અને તેની બેસ્ટ ફ્રેન્ડ અમ્રિતા અરોરા લદક કોરોના પોઝિટિવ થઈ છે. બીએમસી મુજબ તેણે કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. તેમણે સાવચેતીના નિયમોને નેવે મૂકીને ભરપૂર પાર્ટીઓ અટેન્ડ કરી હતી. થોડા દિવસો અગાઉ રિયા કપૂરના ઘરે રાખવામાં આવેલી પાર્ટીમાં કરીના, અમ્રિતા, મલાઇકા અરોરા અને કરિશ્મા કપૂર હાજર હતી.
- Advertisement -
આ પણ વાંચો:
કરીના, અમૃતા બાદ હવે મહિપ કપૂર અને સીમા ખાન પણ કોવિડ પોઝિટિવ, કરણ જોહરની પાર્ટીમાં હાજરી આપી
https://khaskhabarrajkot.com/2021/12/14/after-kareena-amrita-now-mahip-kapoor-and-seema-khan-also-attended-kovid-positive-karan-johars-party/
સાથે જ ‘કભી ખુશી કભી ગમ’ની રિલીઝને 20 વર્ષ પૂરાં થતાં કરણ જોહરે તેના ઘરે રાખેલી પાર્ટીમાં પણ કરીના, મલાઇકા, આલિયા ભટ્ટ, કરિશ્મા, અમ્રિતા અને અર્જુન કપૂરે હાજરી આપી હતી. એથી બીએમસીએ આદેશ આપ્યા છે કે જે લોકો થોડા દિવસો અગાઉ કરીના અને અમ્રિતાના સંપર્કમાં આવ્યા હોય તેમણે કોરોનાની ટેસ્ટ કરાવી લેવી જોઈએ. સાથે જ બીએમસી એ લોકોને પણ ટ્રેક કરવાનો પ્રયાસ કરી રહી છે જે લોકો તેમના સંપર્કમાં આવ્યા હતા અને તેમની સાથે વિવિધ પાર્ટી અટેન્ડ કરી હતી.