ગણેશ ચતુર્થીનો તહેવાર 10 દિવસ સુધી મનાવવામાં આવે છે. આ વર્ષે ગણેશ ચતુર્થીનુ મહાપર્વ 31 ઓગષ્ટથી શરૂ થઇ રહ્યું છે. એવામાં ગણેશ ચતુર્થીના કેટલાંક નિયમો અંગે જાણકારી હોવી જોઈએ.
હિન્દુ ધર્મની માન્યતા મુજબ દેવતાઓમાં સૌથી પહેલા ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે. ગણપતિ બાપ્પા પોતાના ભક્તોની બધી મનોકામના પૂરી કરે છે. ગણેશજીનુ મહાપર્વ ખૂબ ધૂમધામપૂર્વક મનાવવામાં આવે છે. હવે ગણેશ ચતુર્થીને ગણતરીના દિવસો બચ્યા છે. ગણેશ ચતુર્થીનો તહેવાર મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં હર્ષોલ્લાસની સાથે મનાવવામાં આવે છે. મહત્વનું છે કે ગણેશ ચતુર્થીનુ આ મહાપર્વ 10 દિવસ સુધી ચાલે છે. આ વર્ષે ગણેશ ચતુર્થીનો તહેવાર 31 ઓગષ્ટથી શરૂ થશે અને 9 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ દરમ્યાન જાણવુ જરૂરી છે કે ભગવાન ગણેશની કેવી મૂર્તિ ઘરે લાવવી જોઈએ.
- Advertisement -
ગણપતિ બાપ્પાની મૂર્તિ કેવીરીતે પસંદ કરશો?
ગણેશ ચતુર્થીના પર્વ માટે ભક્તોને ડાબી સૂંઢવાળા ગણપતિની મૂર્તિ લાવવાની સલાહ આપવામાં આવે છે. ખરેખર એેવુ એટલા માટે કહેવામાં આવે છે, કારણકે ડાબી સૂંઢવાળા ગણેશજીને વામમુખી ગણપતિ કહેવામાં આવે છે અને જમણી સૂંઢવાળા ગણેશજીને સિદ્ધી વિનાયક કહે છે. જાણો કે વામમુખી ગણપતિની પૂજા કરવી, ભગવાન સિદ્ધી વિનાયકની સરખામણીએ સરળ છે. આ જ કારણ છે કે ઘરમાં ડાબી સૂંઢવાળા ગણપતિ લાવવાની સલાહ આપવામાં આવે છે. ખરેખર ભગવાન સિદ્ધી વિનાયકની પૂજા કરતી સમયે અમુક વિશેષ નિયમોનું પાલન કરવુ પડે છે, જે મંદિર અથવા કોઈ ધાર્મિક સ્થળ પર જ શક્ય છે.
- Advertisement -
આ બાબતોનુ રાખો ખાસ ધ્યાન
આ ઉપરાંત તમારે એેવુ પણ ધ્યાન રાખવુ પડશે કે ઘરમાં જ્યારે પણ ગણપતિ બાપ્પાની મૂર્તિ લાવો તો પ્લાસ્ટર ઑફ પેરિસની ના હોય. ઈકો ફ્રેન્ડલી મૂર્તિ પોતાના ઘરે લાવો કારણકે તેનુ વિસર્જન કરવામાં સરળતા રહે. જ્યારે પણ માર્કેટમાં ભગવાન ગણેશજીની મૂર્તિ ખરીદવા માટે જાઓ તો પ્રયાસ કરો કે તેમની બેઠેલી મૂર્તિ લાવો. જેને શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત ભગવાન ગણેશની સફેદ અને સિંદૂરી રંગની પ્રતિમાને શુભતાનુ પ્રતિક માનવામાં આવે છે.