અત્યારે છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીની 20 સીટો માટે મતદાન ચાલુ છે. ત્યારે સૂરજપુરમાં વડાપ્રધાન મોદીએ એક સભા સંબોધી હતી. જેમાં તેમણે એક તરફ ભાજપનું સંકલ્પ પત્ર છે, બીજી તરફ કોંગ્રેસનો ખોટો વેપાર છે. તમારા બધા સાથે કોંગ્રેસે છેતરપિંડી સિવાય કંઇ કર્યું નથી. કોંગ્રેસ છત્તીસગઢના યુવાનોના સપનાઓને પૂર્ણ કર્યા નથી. તેમણે મહાદેવના નામ પર પણ કૌભાંડ કર્યા છે. મહાદેવ સટ્ટાબાજી કૌભાંડની ચર્ચા આજે સમગ્ર દેશ-વિદેશમાં ચાલી રહી છે. કોંગ્રેસે પોતાની તિજોરી ભરવા માટે તમારા બાળકો પાસે સટ્ટાબાજી કરાવી છે.
#WATCH | Prime Minister Narendra Modi to address a public rally in Surajpur, Chhattisgarh shortly. pic.twitter.com/naceGf6JwB
- Advertisement -
— ANI (@ANI) November 7, 2023
જનસભા સંબોધિત કરતા વડાપ્રધાને કહ્યું કે, જયારે-જયારે કોંગ્રેસ સરકારમાં આવી છે, ત્યારે-ત્યારે દેશમાં આતંકવાદીઓ અને નક્સલિઓને વધારો કર્યો છે. જયારે-જયારે રાજ્યમાં કોંગ્રેસ સત્તામાં હોય છે ત્યારે ત્યાં ગુનાઓ અને લુટફાંટનું રાજ્ય ચાલે છે. કોંગ્રેસ સરકાર નકસલી હિંસાને કાબુ કરવામાં અસફળ રહી છે.
- Advertisement -
#WATCH | Chhattisgarh: At a public meeting in Bishrampur, Surajpur, PM Modi says "Whenever Congress comes to power, the courage of terrorists and Naxalites increases in the country…The Congress government has failed to control Naxal violence. In recent times, many BJP workers… pic.twitter.com/m1JGZyv0Wz
— ANI (@ANI) November 7, 2023
તેમણે વધુમાં કહ્યું કે, બીજેપીએ અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં છત્તીસગઢનું નિર્માણ કર્યુ હતું અને જેથી આજે સમગ્ર છત્તીસગઢ કહી રહ્યું છે કે, બીજેપીએ બનાવ્યું છે અને બીજેપી જ વિકાસ કરશે, આજે છત્તીસગઢની પહેલા ચરણની ચુંટણી પણ થઇ રહી છે ત્યારે એક ઉત્સાહ અને ઉમંગની સાથે ભારે મતદાન થઇ રહ્યું છે. બધા મતદારોને વિનંતી છે કે, તેઓ ડર્યા વગર મતદાન જરૂર કરે.
#WATCH | Chhattisgarh: At a public meeting in Bishrampur, Surajpur, Prime Minister Narendra Modi says "Under the leadership of Atal Bihari Vajpayee, BJP formed Chhattisgarh. Today, the entire Chhattisgarh is saying, 'BJP ne banaya hai, BJP hi sawaregi'…" pic.twitter.com/J8Ig0lzQ2y
— ANI (@ANI) November 7, 2023
તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું કે, કોંગ્રેસ બધા જ ગરીબોની ચિંતા કરી નથી, તેમના બાળકો વિશે વિચાર્યુ નથી. જયારે બીજેપી હંમેશા ગરીબોની સુખાકારીને પ્રાથમિકતા આપે છે.
#WATCH | Chhattisgarh: At a public meeting in Bishrampur, Surajpur, PM Modi says "You can never imagine how hard Congress tried to stop her (Droupadi Murmu), but it was the BJP which ensured honour to the Adivasi woman in the country. When Congress was in power, they used to… pic.twitter.com/hPhFmadiWV
— ANI (@ANI) November 7, 2023
સુરજપુર જિલ્લામાં 13 પર્યટન સ્થળ બનાવવાની યોજના
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સુરજપુર જિલ્લામાં ખનિજ સંપદાની સાથે પરિપૂર્ણ છે. જ્યાં દર વર્ષ હજારો ટન કોલસાનું ઉત્ખન્ન દેશના હિતમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જયારે કેન્દ્ર અને રાજ્યો મોટી માત્રામાં રાજસ્વ સ્વરૂપ રોયલ્ટીના રૂપમાં કરોડ રૂપિયાની પ્રાપ્તિ કરે છે, પરંતુ હાલમાં રાજ્ય સરકાર ખનિજથી પ્રાપ્ત થયેલા કરોડો રૂપિયાની રોયલ્ટી લઇ લે છે. જયારે કેન્દ્ર દ્વારા સૂરજપુરના 13 ગામમાં પર્યટન સ્થળમાં વિકસિત કરવાની યોજના છે. જ્યાં પર્યટન સ્થળ બનાવતા જ યુવાનોને રોજગારીના અવસર મળશે.