ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના માર્ગદર્શનમાં ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત ગીર સોમનાથના વેરાવળ, સુત્રાપાડા, ગીરગઢડા, ઉના અને કોડીનારના ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં સફાઈ અભિયાન વેગવંતુ બન્યું છે. સ્વચ્છતા હી સેવા અંતર્ગત વિવિધ થીમ આધારીત સફાઈ અભિયાનમાં ગીર સોમનાથ જિલ્લાની વિવિધ કચેરીઓ પણ ઉત્સાહપૂર્વક સહભાગી બની હતી. ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કચેરી તેમજ ઉના તાલુકા પંચાયત કચેરી ખાતે રેકર્ડ વર્ગીકરણ અને સાફ સફાઈની કામગીરી કરવામાં આવી હતી તો તાલાલા તાલુકા પંચાયત કચેરી, ગીર ગઢડા તાલુકા પંચાયત કચેરી ખાતે પણ રેકર્ડ વર્ગીકરણ અને સાફ સફાઈની કામગીરી કરવામાં આવી હતી.
‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં ઉત્સાહપૂર્વક સહભાગી બની ગિર સોમનાથ જિલ્લાની વિવિધ કચેરીઓ

Follow US
Find US on Social Medias