ખોટા સમયે દૂધ પીવાથી તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે છે. નિષ્ણાતોએ લેક્ટોઝ અને એમિનો એસિડનું ગણિત અને નાસ્તો, લંચ કે ડિનર પછી દૂધ પીવાથી શું અસર થાય છે તે સમજાવ્યું છે.
દૂધ એક એવું પીણું છે, જેનું નિયમિત સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેથી અબાલવૃદ્ધ દરેક તેનુંં સેવન કરે છે.આ જ કારણોસર દૂધને ભારતીય આહારનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. તે પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન્સથી ભરપૂર છે, જે આપણા હાડકાં અને સ્નાયુઓને મજબૂત રાખવામાં મદદરૂપ છે.
- Advertisement -
પરંતુ શું તમે જાણો છો કે, ખોટા સમયે દૂધ પીવાથી તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે છે. નાસ્તા પછી દૂધ પીવું ફાયદાકારક છે, ખાસ કરીને જો તમે હળવો ખોરાક ખાધો હોય. સવારે શરીરની પાચન શક્તિ વધે છે, જેના કારણે શરીર દૂધમાં રહેલા લેક્ટોઝને સરળતાથી પચાવી લે છે. સવારે દૂધ પીવાથી તમને આખો દિવસ એનર્જી મળે છે. તેનાથી તમારું મેટાબોલિઝમ વધે છે અને તમે દિવસભર તાજગી અનુભવો છો.લંચ પછી તરત જ દૂધ પીવું નુકસાનકારક હોઈ શકે છે.
બપોરના ભોજનમાં સામાન્ય રીતે ભારે ખોરાક હોય છે, જે તમારા પેટમાં પચવામાં સમય લાગે છે. આ પછી દૂધ પીવાથી પાચન પ્રક્રિયા ધીમી પડી શકે છે, જેનાથી ગેસ, અપચો અને પેટ ફૂલવું જેવી સમસ્યાઓ થઈ શકે છે. બપોરના ભોજન પછી દૂધ પીવાથી શરીરમાં પ્રોટીનના પાચન પર નકારાત્મક અસર પડે છે. એમિનો એસિડની વધુ માત્રા પાચન પ્રક્રિયાને અવરોધે છે, જેના કારણે દૂધમાં હાજર પ્રોટીનનો પૂરો લાભ મળતો નથી.
ડૉક્ટરે કહ્યું કે, રાત્રિભોજન પછી દૂધ પીવું ઘણા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. દૂધમાં ટ્રિપ્ટોફન નામનું એમિનો એસિડ હોય છે, જે મેલાટોનિન હોર્મોનનું ઉત્પાદન વધારે છે અને તમારી ઊંઘમાં સુધારો કરે છે, જો કે, રાત્રે દૂધ પીવાથી પાચન ધીમી પડી શકે છે, ખાસ કરીને જો તમે ભારે રાત્રિભોજન કરો છો. તેનાથી એસિડિટી અને પેટની સમસ્યા વધી શકે છે.