આંખોની નીચે કાળા કુંડાળાના લીધે ચહેરો ડલ લાગે છે અને ચમક નથી દેખાતી. પૂરતી ઊંઘ ન લેવાથી, લાંબા સમય સુધી સ્ક્રીન પર સમય વિતાવવાથી, ખાવાપીવામાં ધ્યાન ન આપવાના કારણે આંખોની નીચે કાળા કુંડાળા થઈ જાય છે તેથી આ બધી આદતો જો સુધારવામાં આવે તો ડાર્ક સર્કલથી બચી શકાય છે. જો તમે ડાર્ક સર્કલથી પરેશાન છો અને ડાર્ક સર્કલ નથી જતા તો એલોવેરા તમાર કામમાં આવી શકે છે. તેની સાથે તમે કેટલાક ઈન્ગ્રિડિયન્ટ મિક્સ કરીને લગાવી શકો છો તેનાથી ડાર્ક સર્કલ ઓછા થઈ જશે.
1. એલોવેરા અને બટાકા
ફ્રેશ એલોવેરાને લઈને તેમાંથી જેલ કાઢવી અને તેમાં બટેકાનો રસ મિક્સ કરવો. બંને વસ્તુને ગ્રાઈન્ડરમાં નાખીને મિક્સ કરી લેવી. તેનાથી સારી પેસ્ટ બનીને તૈયાર થઈ જશે. આ પેસ્ટને આંખો પર લગાવવી. રેગ્યુલર તેનો ઉપયોગ કરવાથી થોડા દિવસમાં તમને રિઝલ્ટ દેખાશે. તમે ઈચ્છો તો આખા ચહેરા પર તેને અપ્લાય કરી શકો છો.
- Advertisement -
2. એલોવેરા અને વિટામિન ઈ કેપ્સુલ
ડાર્ક સર્કલ રિમૂવ કરવા માટે એલોવેરા જેલમાં વિટામિન ઈની કેપ્સુલ નાખવી. તેને રેગ્યુલર લગાવવાથી ડાર્ક સર્કલ આછા થઈ જાય છે તેમ તેનાથી આંખોને ઠંડર મળશે.
3. એલોવેરા અને બદામનું તેલ
વાળની સાથે ત્વચા માટે પણ બદામનું તેલ ફાયદાકારક છે. એલોવેરા જેલમાં બદામના તેલના કેટલાક ટીપા નાખવા અને પછી આ પેસ્ટ ડાર્ક સર્કલ પર લગાવવી. થોડા દિવસમાં ફરક દેખાવા લાગશે.