જાણીતા ટેરોટ રિડર મીરા ભટ્ટ દ્વારા સાપ્તાહિક ટેરોટ રિડિંગ (27 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર ).
મેષ (અ, લ, ઇ)
આપનું સપ્તાહ સારૂ રહેશે. દરેક કાર્યમાં સફળતા મળશે. પરિવારમાં પ્રેમભર્યુ વાતાવરણ રહેશે. પ્રિયપાત્ર સાથે બહાર સમય પસાર કરવા મળશે. પ્રેમ લગ્નમાં સફળતા મળશે. તબિયતમાં સુધારો થશે.
- Advertisement -
વૃષભ (બ, વ, ઉ)
આ સપ્તાહમાં ભાગ્યનો સાથ પ્રબળ રહેશે. સમાજમાં માન-સમ્માનમાં વધારો થશે. પ્રેમસંબંધોમાં વિશ્વાસ વધે. એકબીજાને વધુ સમય આપશો. કોઇ પણ કાર્ય કરતી વખતે તેનું સંપૂર્ણ જ્ઞાન મેળવવું લાભદાયી રહેશે. પ્રવાસના યોગ છે.
મિથુન (ક, છ, ઘ)
ગુસ્સા પર કાબુ રાખવો. સમજી- વિચારીને નિર્ણયો લેવા. બિઝનેસ કે ધંધામાં વિચારીને આગળ વધવું. જૂના મિત્રો સાથે મુલાકાત થશે. પ્રેમસંબંધમાં વિવાદ ના થાય તેનું ધ્યાન રાખવું.
કર્ક (ડ, હ)
આવનારા સપ્તાહમાં તમે ઉર્જા અને આત્મવિશ્વાસથી કામ કરશો. તમને દરેક કાર્યમાં સફળતા મળશે. નવા બિઝનેસના યોગ છે. તમારા પરિવાર અને મિત્રોનો સાથ- સહકાર પ્રાપ્ત થશે.
- Advertisement -
સિંહ (મ, ટ)
નાણાંકિય મુશ્કેલીના યોગ છે. કોઇપણ વ્યક્તિ સાથે નાણાંકિય લેવડ-દવડ કરવી નહીં. તબિયતમાં સુધારો થશે. સંબંધમાં કે બિઝનેસમાં દગો મળવાની સંભાવના છે.
કન્યા (પ, ઠ, ણ)
તમારા મનની સ્થિતિ ડામડોળ રહેશે. પોતાના પર વિશ્વાસ રાખીને કાર્યોને પાર પાડવા. ઘરમાં કંકાસ રહેશે. કોઇને સલાહ આપતા બાબતે ધ્યાન રાખવું. રોકાણ કરતી સમયે વિચારીને આગળ વધવું. સ્વાસ્થ્ય સારૂ રહેશે.
તુલા (ર, ત)
તમારી તબિયત સારી રહેશે. ધંધા અને નોકરીમાં પ્રગતિ થશે. નવો પ્રેમ મળશે. જીવનમાં નવા વળાંક આવશે. ન ધારેલા કાર્યો થશે. મુસાફરીના યોગ છે. મિત્રો સાથે વિદેશ યાત્રાના યોગ છે.
વૃશ્વિક (ન, ય)
તમારા પર વિશ્વાસ રાખો અને નક્કી કરેલા કાર્યોને પાર પાડો. સફળતા પ્રાપ્ત થશે. સારા-ખરાબ સમાચાર પ્રાપ્ત થશે. માનસિક તકલીફ ના થાય તેનું ધ્યાન રાખવું. બહાર જમવામાં કાળજી રાખવી. તબિયત સાચવવી.
ધન (ભ, ધ, ફ, ઢ)
આ સમય આપના માટે લાભદાયક છે. બિઝનેસ અને નોકરીમાં સફળતા પ્રાપ્ત થશે. ભાગ્ય સાથ આપશે. પ્રવાસના યોગ છે. ફસાયેલાં નાણાંઓ પાછા મળશે. ઘરમાં સારૂ વાતાવરણ રહેશે.
મકર (ખ, જ)
પ્રેમ અને બિઝનેસમાં દગો મળશે. આસપાસના લોકોથી સાવધાન રહેવું. વિચારીને નિર્ણયો લેવા. સ્ત્રીઓને માન- સમ્માન મળશે. જૂની ભૂલોમાંથી બોધપાઠ લઇને આગળ વધવું.
કુંભ (ગ, સ, શ, ષ)
તમે નક્કી કરેલા કાર્યોને પૂરી કાર્યદક્ષતા સાથે આગળ વધો. ચિંતા ના કરવી. સફળતા પ્રાપ્ત થશે. જમીન-મકાનમાં રોકાણ કરવું. તમે રોકાયેલાં નાણાં પરત મળશે.
મીન (દ, ચ, ઝ, થ)
તમારા માટે આ સેલિબ્રેશનનો સમય છે. મિત્રો, પાર્ટી અને ફરવા જવાનું થશે. વાહન ચલાવતા સમયે ધ્યાન રાખવું. નવો પ્રેમ મળી શકે છે. ખુશ રહેવું. સ્વાસ્થ્ય સારૂ રહેશે.
તમારા જીવનના મુંઝવતા પ્રશ્નનના ટેરોટ રિડિંગ થીઅરીથી મેળવો સમાધાન. આજે જ આ મોબાઇલ નંબર 9913574454 પર વ્હોટસઅપ કે કોલ કરો. તમારી દરેક સમસ્યાનો હલ લાવવા પ્રયત્ન કરીશું.