શિયાળામાં ગુલાબી ઠંડી પડવાની શરુઆત થઈ ગઈ છે. એવામાં આપણે તો ઠંડીથી બચવા માટે ગરમ કપડાં પહેરીએ છીએ. પરંતુ ખોરાકને થોડા જ સમયમાં ઠંડો થતો અટકાવવો એ પણ એક ટાસ્ક છે. તેમજ વારંવાર ભોજન ગરમ કરવાથી તેમાં રહેલા પોષક તત્ત્વો પણ નાશ પામે છે. પરંતુ આ સમસ્યાથી બચવા માટે સરળ ટિપ્સ જોઈએ. જે શિયાળાની ઋતુમાં તમારા ખોરાકને લાંબા સમય સુધી ગરમ રાખશે.
એલ્યુમિનિયમ ફોઇલ
ખોરાકને ગરમ રાખવા માટે આપણે ઘણીવાર એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરીએ છીએ. જો તમે વાસણ પર તેને લગાવી દેશો તો ખોરાક ગરમ રહેશે, સાથે જ રોટલી અને પરાઠાને એક પેપર રેપમાં એકસાથે લપેટી લો. પછી તેને એલ્યુમિનિયમમાં લપેટીને સ્ટોર કરો. આમ કરવાથી સવારે બનેલી રોટલી બપોર સુધી ગરમ રહેશે.
- Advertisement -
હોટ પેક રોટલી બોક્સ
રોટલી કે પરાઠા સૌથી ઝડપથી ઠંડા થઈ જાય છે. રોટી રાખવા માટે મોટા ભાગે લોકો સ્ટેનલેસ સ્ટીલના વાસણનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ તેમાં લાંબા સમય સુધી રોટલી ગરમ રહેતી નથી. આથી રોટલીને લાંબા સમય સુધી ગરમ રાખવા માટે તેને પેક કરતા પહેલા બોક્સ પર જાડું સુતરાઉ કાપડ અને ઉપર હીટિંગ પેડ મૂકો. આથી તે લાંબા સમય સુધી ગરમ રહે.
DIY થર્મલ બેગ
- Advertisement -
થર્મલ બેગની મદદથી પણ ખોરાકને ગરમ રાખી શકાય છે. તમે કાગળ, પ્લાસ્ટિક અને કાપડના અનેક લેયરનો ઉપયોગ કરીને ઇન્સ્યુલેટેડ બેગ જાતે જ બનાવી શકો છો. જેમાં ઉપરના ક્રમ પ્રમાણે લેયર બનાવીને બેગ બનાવી શકાય છે. ત્યારબાદ ભોજનને ગરમ રાખવા માટે ભોજનના વાસણને તે બેગમાં મૂકી દો જેથી ભજન લાંબા સમય સુધી ગરમ રહે.
કાંસા કે પિત્તળના વાસણો
શિયાળા દરમિયાન તમે કાંસા કે પિત્તળના બનેલા વાસણોમાં પણ ખોરાક રાખી શકો છો. શિયાળામાં ખોરાકને ગરમ રાખવા માટે આ પરંપરાગત વાસણો શ્રેષ્ઠ વિકલ્પ છે.
થોડો થોડો ખોરાક પીરસો
જ્યારે દાળ કે ભાતને પ્લેટમાં સર્વ કરવામાં આવે છે, ત્યારે તે ઝડપથી ઠંડા થઈ જાય છે. એકસાથે વધુ પ્રમાણમાં ખોરાક પીરસી દેવાથી પણ તે ઝડપથી ઠંડો થઈ જાય છે. આથી એક સાથે વધુ ખોરાક પીરસી દેવા કરતાં થોડો થોડો ખોરાક પીરસો તેમજ પ્લેટમાં નાના બાઉલ રાખો અને જરૂર મુજબ રિફિલ કરતા રહો. આનાથી ટેબલ પર રાખેલો ખોરાક ગરમ રહેશે.
આ સરળ ટીપ્સને અનુસરીને, તમે તમારા ખોરાકને માઇક્રોવેવ વિના શિયાળામાં લાંબા સમય સુધી ગરમ રાખી શકો છો. આ સાથે તમારે વારંવાર ખોરાક ગરમ કરવાની જરૂર નહીં પડે.