ઔડાની બે ડ્રાફ્ટ ટીપી સ્કીમ,ભાવનગરની ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં ૧૭,અમદાવાદની જ બે વેરીડ પ્રીલીમનરી ટીપી સ્કીમ તથા ગુડાની નં.૧૧ / એ તથા રાજકોટની ટીપી ૯ ને મંજૂરી

2018 તથા 2019માં સતત બે વર્ષ સુધી CM વિજયભાઈએ 100-100 TP સ્કીમ મંજુર કરી, ચાલું વર્ષે 50 TP સ્કીમને મંજૂરી આપી

કોરોના કાળમાં પણ વિકાસની પિચ પર CM રૂપાણીની ઝંઝાવાતી બેટીંગ ચાલું રહી છે. તેમણે એક જ દિવસમાં ૭ ટી.પી સ્કીમને મંજૂરી આપી છે. ઔડાની બે ડ્રાફ્ટ ટીપી સ્કીમ, ભાવનગરની ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં ૧૭, અમદાવાદની જ બે વેરીડ પ્રીલીમનરી ટીપી સ્કીમ તથા ગુડાની નં.૧૧ / એ તથા રાજકોટની ટીપી ૯ ને મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે, 2018 તથા 2019માં સતત બે વર્ષ સુધી CM વિજયભાઈએ 100-100 TP સ્કીમ મંજુર કરી, ચાલું વર્ષે 50 TP સ્કીમને મંજૂરી આપી છે. CM રૂપાણીએ ૨૦૨૦ના વર્ષમાં જે વધુ ૭ ટી.પી ને એકસાથે મંજૂરી આપી છે તેમાં ઔડાની બે ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં . ૪૩૦ વિસલપુર તથા નં . ૪૩૭ ( વિસલપુર નવાપુર – સનાથલ ) તેમજ ભાવનગરની ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં ૧૭ ( અધેવાડા ) , અમદાવાદની જ બે વેરીડ પ્રીલીમનરી ટીપી સ્કીમ નં . ૧ ( મેમનગર ) અને નં . ૪૭ ( મોટેરા – કોટેશ્વર ) તથા બે ફાયનલ ટીપી સ્કીમ જેમાં ગુડાની નં . ૧૧ / એ અડાલજ તથા રાજકોટની ટીપી ૯ ને મંજૂરી આપી છે. ઔડા વિસ્તારની વધુ બે ડ્રાફ્ટ સ્કીમ મંજૂર થવાથી ખાસ કરીને વિસલપુર – સનાથલ – નવાપુર વિસ્તારની વધુ પ ૩૫ હેકટર્સ જમીનના આયોજનને આખરી ઓપ મળશે. આ બે ડ્રાફ્ટ ટીપી સ્કીમથી સત્તામંડળને ૧૩૪ જેટલા જાહેર હેતુના પ્લોટો પ્રાપ્ત થશે.

CM રૂપાણીએ ગુજરાતને કોરોના સંકટને કારણે થયેલા આર્થિક નુકસાનને ભરપાઈ કરવા અપ્રતિમ વિકાસ સાધવાનું આહવાન આપ્યું છે. આ TP મંજુર થવાથી જબરો વિકાસ સધાશે, રોજગારની તકો ઉભી થશે. તેમણે રાજ્યમાં આયોજનબદ્ધ શહેરી વિકાસ માટે મહત્વપૂર્ણ ટૂલ એવા ડી.પી , ટી.પી.ની મંજૂરીમાં ગતિશીલતા અને પારદર્શીતાના અભિગમ સાથે જે ૭ ટી.પી સ્કીમ મંજૂર કરી છે તેમાં ૩ ડ્રાફટ ટી.પી , ૨ પ્રીલીમીનરી તેમજ ૨ ફાયનલ ટી.પી.નો સમાવેશ થાય છે . મુખ્યમંત્રી રૂપાણીએ આ ૭ ટી.પી ને મંજૂરી આપતાં ૨૦૨૦ ના વર્ષમાં રાજ્યમાં ટી.પી ડી.પી.ની મંજૂરીનું અર્ધશતક પાર થયું છે. આ એક જ વર્ષમાં તેમણે ર૪ ડ્રાફટ ટી.પી, ૧૩ પ્રિલીમનરી ટી.પી અને ૭ ફાયનલ ટી.પી તેમજ ૩ ડ્રાફટ ડેવલપમેન્ટ પ્લાન સાથે ૫૦ ટી.પી , ડી.પી.ની પરવાનગીઓ આપી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના શહેરી ક્ષેત્રોના વિકાસ સાથે આર્થિક – સામાજીક રીતે નબળા વર્ગોના લોકો માટે આવાસ નિર્માણ, જાહેર સુવિધાઓ તેમજ ઇન્ફાસ્ટ્રકચર ફેસેલિટીઝ માટે સત્તાતંત્રોને જમીન સંપ્રાપ્ત કરાવવાનો નિર્ણાયક અભિગમ અપનાવ્યો છે.