સોમનાથ દેશની આર્થિક રાજધાની મુંબઈ સાથે જોડતી સાપ્તાહિક વેરાવળ-બાંદ્રા ટ્રેન દોડાવવાની જાહેરાત રેલવે કરી હતી. ત્યારે આ સાપ્તાહિક ટ્રેનને વેરાવળ સ્ટેશનેથી સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠીયા, તા.પં. પ્રમુખ સરમણભાઈ સોલંકી, માનસિંહ પરમાર, પાલીકા પ્રમુખ પલ્લવીબેન જાની, દેવાભાઈ ધારેચા, ભરત ચોલેરા, રેલવે સલાહકાર સમિતિના હસુભાઈ કાનાબાર, મુકેશ ચોલેરા, પંકજ કાનાબાર સહિતના અગ્રણીઓએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યુ હતુ. આ ટ્રેનના ડ્રાઈવર, ટીટી સહિતના સ્ટાફને મોઢા મીઠા કરાવ્યા હતા. સાંસદે જણાવ્યું કે સોરઠવાસીઓની ઘણા સમયની માંગણી મુજબની સોમનાથ (વેરાવળ)થી હરિદ્વારની સીધી ટ્રેન તથા એક વંદે ભારત ટ્રેન અહીંથી શરૂ કરાવવા અંગે રેલ મંત્રી સુધી લાગણી પહોંચાડી છે. આ ઉપરાંત વેરાવળ સ્ટેશને સીનીયર સીટીઝનો માટે વ્હેલીતકે લીપની સુવિધા શરૂ કરવા સુચના આપી છે. આ સહિત ખૂટતી સુવિધાઓ પણ ઝડપથી મળી રહે તેવી ચર્ચા રેલ અધિકારીઓ સાથે કરી છે શરૂ થયેલ વેરાવળ-બાંદ્રા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન વેરાવળથી દર શુક્રવારે સાંજે 5: 15 વાગ્યે ઉપડી બીજા દિવસે શનિવારે 3:50 વાગ્યે બાંદ્રા પહોંચશે. જ્યારે દર શનિવારે બાંદ્રાથી સાંજે 7:25 વાગ્યે ઉપડીને બીજા દિવસે રવિવારે બપોરે 1:10 વાગ્યે વેરાવળ પહોંચશે.
વેરાવળ-બાંદ્રા નવી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનને સાંસદ દ્વારા લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ
Follow US
Find US on Social Medias