ખાસ-ખબર સંવાદદાતા
ચોરવાડ ખાતે ઓમ ચેરીટેબલ ટ્રસ્ટ તથા ઓમ ગૃપ દ્વારા છોટાપરીના નાળા પાસે આવેલ મેણીનગરની સામે નવરાત્રી સાથે ભવ્ય મેળાનુ યોજન કરવામાં આવેલ, આ નવરાત્રી મહોત્સવ 2023 માં ચોરવાડ શહેર, સોમનાથ વિધાનસભા મત વિસ્તાર સહિત માળીયા હાટીના તાલુકા, માંગરોળ તાલુકા, કેશોદ તાલુકા, તાલાળા તાલુકા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ખેલૈયાઓ સુપર સ્ટાર ફિલ્મી કલાકારો સાથે જુમી ઉઠે તેવુ આયોજન કરવામાં આવેલ તથા સાથે સાથે દર વર્ષની જેમ ભવ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવેલ.
આજે સાતમા નોરતે નામાંકિત ગુજરાતી ફિલ્મી એક્ટ્રેસ એવા ચીની રાવલ અને ગુજરાતી આલબમ તથા ફિલ્મના સુપરસ્ટાર અમિત કુમાર પધારવાના હોય તો ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા સોમનાથ વિધાનસભા મત વિસ્તાર, વતન ચોરવાડ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર તથા શહેરી વિસ્તારના પ્રજાજનોને પધારવા અને ઓમ ચેરીટેબલ ટ્રસ્ટ તથા ઓમ ગૃપ આયોજિત નવરાત્રિ મહોત્સવ તથા ભવ્ય મેળાનો લાવો લેવા પધારવા જણાવેલ.
ચોરવાડ નવરાત્રિ મહોત્સવમાં આજે ગુજરાતી ફિલ્મ કલાકારો સાથે ખેલૈયાઓ ઝૂમશે
