પોલીસે સીસીટીવી ફુટેજના આધારે આરોપીને ઝડપી લેવા તપાસ તેજ કરી
ખાસ-ખબર સંવાદદાતા
ડારી ટોલનાકાના સુપરવાઈઝર રાજુભાઇ દેવયતભાઈ બારડે કરેલી પોલીસ ફરિયાદમાં આજથી આશરે બે મહિના પહેલા બીજ ગામના સરપંચના દિકરા અનિલભાઇ તથા તેના માણસો એ ટોલટેક્ષ ભરવા બાબતે મારામારી તથા માથાકુટ કરેલ હતી જે બાબતનુ મનદુખ રાખી આ બીજ ગામનાસરપંચના દિકરા અનિલભાઇ તથા તેની સાથેના વિપુલભાઇ સહિત આઠ થી દશ માણસોએ અગાઉથી ટોલનાકામાં તોડફોડ તથા લુંટ કરવાનું પૂર્વ આયોજીત કાવતરું રચ્યું હતું.
ટોલ નાકે એક ફોવ્હિલ કાર તથા બે મોટર સાયકલમાં રાત્રીના ડારી ટોલનાકે આવીને તમામે મોઢે રુમાલ જેવા કપડા બાંધી પોતાના હાથમાં ધોકાઓ,લાકડીઓ તથા લોખંડની પાઇપ જેવા હથિયારો સાથે ટોલનાકાની નવ કિબનોમાંના કાચ તોડી અંદર પ્રવેશ કરીને કેબીનોમાં રહેલ 6 જેટલા કોમ્યુટર તોડી નાખી આશરે રુ.4,00,000ની સરકારી જાહેર મિલ્કતનું નુકશાન કરી તેમજ ટોલટેક્ષના ઉઘરાવેલ રૂ.8000 ભરેલ થેલાની લુંટ કરી હતી. બનાવ બાબતે ટોલટેક્ષના મેનેજર પુનિતભાઇ સોલંકીને વાત કરતા તેઓ નજીકમાં હોય ટોલનાકા ખાતે આવી ગયા હતા. આ લોકો પોતાના વાહનોમાં ભાગી છુંટતા તેની સામે ધોરણસર ફરિયાદ કરતા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તમામ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. સદનશીબે આ હુમલામાં કર્મચારીને ઇજા થઇ નથી.