ખાસ-ખબર સંવાદદાતા
વંથલી રાજકીય વિવાદોથી ઘેરાયેલ એવી વંથલી નગરપાલિકાના લોકો પાસે વિવિધ પ્રકારના વેરા વસુલવાના બાકી હોય આગામી સમયમાં કડક હાથે ઝુંબેશ હાથ ધરી વેરો ભરવામાં ઉદાસીન લોકોને નોટિસ ફટકારવાની તજવીજ હાથ ધરવામાં આવશે.
આં અંગે વધુ વિગતો આપતા ચીફ ઓફિસર દેવિબેન ચાવડાએ કહ્યું હતું કે વંથલી નગરપાલિકા દ્વારા શહેરીજનોને પાણી,સફાઈ,વ્યવસાય , મિલ્કત વેરા પેટે દર વર્ષે 1કરોડ 30 લાખ જેટલી રકમ વસૂલવાની થાય છે પણ લોકો દ્વારા વર્ષે માત્ર 30 થી 40 લાખ જેટલો વેરો ચૂકવવામાં આવે છે જેને પગલે અનેક લોકો દ્વારા વેરો નિયમિત ભરવામાં આવતો નથી જેને લીધે આર્થિક તંગીને કારણે લોકોને સગવડતા આપી શકાતી ન હોય આગામી સમયમાં વેરો ભરવામાં બાકી રહેતા લોકોને નોટિસ પાઠવી જાણ કરવામાં આવશે તેમ છતાં વેરો ભરવામાં નહિ આવે તો કડક કાર્યવાહી હાથ ધરી બાકી રહેતા આસામીઓની મિલકત ને સિલ કરવામાં આવશે તેમ જણાવી લોકોને સમયસર વેરો ભરી જવા તાકીદ કરી છે તેમજ સરકારી ઇમારતો પેટે પણ 11 લાખ જેટલી વેરાની રકમ બાકી હોય તેઓને પણ નોટિસ ફટકારી તાત્કાલિક વેરો ભરી જવા જણાવવામાં આવશે.