ખાસ-ખબર સંવાદદાતા
સ્વછતા હી સેવા 2023 અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નંબર 2 ખામધ્રોલ વિસ્તાર તેમજ વોર્ડ નંબર 13 માં મધુરમ વિસ્તાર માં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી આ સફાઈ ઝુંબેશ માં અંદાજિત 110 જેટલા સફાઈ કર્મચારીઓ જોડાયા હતા. તેમજ બે જેસીબી ત્રણ ટ્રેક્ટર દ્વારા અંદાજિત 25 ટન જેટલો કચરો તથા સીએનડી વેસ્ટ એકત્ર કરી નિકાલ કરવામાં આવેલો છે. વોર્ડ નંબર 2 ખામધ્રોલ વિસ્તારમાં સરકારી સ્કુલ માં બાળકોને ભીનો કચરો અને સૂકો કચરો અલગ અલગ કરવાની સમજણ આપવામાં આવી હતી.