માણાવદરના કોઠડી ગામના સવદાસભાઈએ ઇઝરાયલથી ‘ખાસ-ખબર’ સાથે વાતચીત કરી
એક અમેરિકા અને એક કેનેડા અભ્યાસ કરે છે
- Advertisement -
જૂનાગઢ જિલ્લાના વતનીએ ઇઝરાયેલની હાલની સ્થિતિ જણાવી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના કોઠડી ગામના વતની અને હાલ ઇઝરાયેલમાં વસતા સવદાસભાઈ મુળિયાસીયાએ જે રીતે ઇઝરાયલના સમાચારો આવી રહ્યા છે તે બાબતે ‘ખાસ ખબર’ સાથે ખાસ વાતચીત કરી જેમાં સવદાસ ભાઈ અને તેના જીવાભાઈની બંને દીકરી ઇઝરાયલ આર્મીમાં હાલ નથી અને એક દીકરી અમરિકાના જ્યોર્જિયામાં છે જયારે એક દીકરી કેનેડાના ટોરેન્ટોમાં અભ્યાસ કરેછે ત્યારે હાલ આર્મીમાં નથી તેવી સ્પષ્ટતા કરી હતી.
‘ખાસ ખબર’ સાથે વધુ વાતચીત કરતા જણાવ્યું હતું કે ઇઝરાયલ દેશના નિયમ મુજબ દરેક લોકોએ આર્મીની બે વર્ષની ટ્રેનિંગ લેવી ફરજીયાત છે પણ તેમાં આગળ રેહવું કે નહિ તે ફરજીયાત નથી જેના કારણે બંને દીકરીએ આર્મીની ટ્રેનિંગ પુરી કરીને હાલ એક અમેરિકા અને એક કેનેડામાં અભ્યાસ કરેછે જયારે સવદાસભાઈ વધુ જણાવતા કહ્યું હતું કે ઇઝરાયલ અને હમાસ વચ્ચે લડાઈ ચાલુ છે.
પણ તે લડાઈ હાલ ગાજા પટ્ટી વિસ્તરામાં ચાલુ છે અને અમે જે ઇઝરાયલમાં રહીયે છે તે વિસ્તારમાં કોઈ બમ્બ બારી થતી નથી અને તેને લાઈવ દર્શ્યો બતાવ્યા હતા અને વાહનો સહીત લોકો આરામથી અવર જ્વર કરી રહ્યા છે. ગઈકાલ રાત્રે ખાસ ખબર સાથે વાત કરી તેમાં એવું પણ જણાવ્યું કે ગાજા પેટ્ટી વિસ્તારમાં રોકેટ લોન્ચર દ્વારા હુમલા થતા જોય શકાય છે રોકેટ પણ આકાશમાં જોવા મળ છે.
બીજી તરફ ઇઝરાયલમાં રહેતા લોકો માટે ઘારો નીચે બંકર બનાવેલ છે અને જયારે હુમલાની દહેશત જેવું લાગે ત્યારે સાઇરન વાગવાની ચેતવણી અપાય ત્યારે લોકો બંકરમાં જતા રહે છે પણ જે રીતે બતાવામાં આવી રહ્યું છે તે હકીકત નથી અને હું જે કહું છું તે રિયાલિટી છે ત્યારે સત્ય બતાવો જેથી કરીને ભારતના રહેતા લોકોમાં સાચો ખ્યાલ આવે તેમ વાત કરી હતી.