કંપની પાસે માન્યતા પ્રાપ્ત રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ફાર્મ, લેબોરેટરી છે, ખેડૂતોને ઉત્તમ પ્રકારનું બિયારણ આપવા સતત પ્રયત્નશીલ, 20 લાખથી વધુ ખેડૂતો જોડાયા : ખેડૂતોનો આર્થિક વિકાસ તે જ કંપનીનો પ્રાથમિક ધ્યેય : પિન્ટુભાઈ પટેલ
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેબિનેટ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ભાનુબેન બાબરીયા, કુંવરજીભાઈ બાવળિયા, સાંસદ રમેશભાઈ ધડુક, મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્યો, મનપા-જિલ્લા પંચાયતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં
- Advertisement -
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પર, કુવાડવા જીઆઈડીસી ખાતે આવેલી કંપનીના વિશાળ કેમ્પસમાં ભવ્ય લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો
ખાસ-ખબર સંવાદદાતા
ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય બનેલ, બોમ્બે સુપર હાઇબ્રિડ સિડ્સનું નવું સોપાન અપસર્ગી સિડ્સ ઓફ એગ્રી કલ્ચર લિમિટેડ (યુએસએ સિડ્સ)નું ગઈકાલે લોન્ચિંગ કરાયું હતું. અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પર, કુવાડવા જીઆઈડીસી ખાતે આવેલ કંપનીના વિશાળ કેમ્પસમાં ભવ્ય લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો.
આ લોન્ચિંગ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેબિનેટ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, કુંવરજીભાઈ બાવળિયા, સાંસદ રમેશભાઈ ધડુક, મોહનભાઇ કુંડારીયા, વાંકાનેરના રાજવી અને લોક સભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા, ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોધરા, ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા, તેમના ભાઈ લલિતભાઈ રાદડિયા, જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા, ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, તેમના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ (ગણેશભાઈ) જાડેજા, ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઈ પાડલીયા, ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, મેયર નયનાબેન પેઢડિયા, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભુપતભાઈ બોદર, જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, રાજકોટ બિલ્ડર્સ એસો.ના પ્રમુખ પરેશભાઈ ગજેરા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોધરા, આરએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, તેમજ મનપા-જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, રાજકીય – સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.
કંપનીના મેનેજીંગ ડિરેકટર પિન્ટુભાઈ પટેલે પત્રકાર પરિષદમાં પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે, બોમ્બે સુપર એક પ્રીમિયમ કવોલિટી સીડ્સ બનાવતી કંપની છે. વર્ષ 1983 માં શ્રી દેવરાજભાઇ પટેલ અને તેમના પુત્ર જાદવભાઈ અને કિશોરભાઈએ નાના પાયામાં સીડ્સનો રિટેલ બિઝનેસ ચાલુ કર્યો હતો. વર્ષ 2001 માં આ બિઝનેસમાં સેક્ધડ જનરેશન એટલે દાદા અને પિતાના વારસે ચાલતા ત્રીજી પેઢીએ આ પરિવારના પીન્ટુભાઈ કાકડીયા આ વ્યવસાય આવ્યા અને કંપનીની ઉત્તરોત્તર પ્રગતિ કરી, તેમણે બિઝનેસ ને આગળ વધારવાનું વિચાર્યું. બદલાતા જતા સમય અનુસાર તેમનું લક્ષ્ય ખેડૂતોને ઓછી મહેનતથી વધુને વધુ આવક મળે તે હતું. અને સાથે સાથે તેને તેના આ નાના બિઝનેસને એક વિશાળ કોર્પોરેટ લેવલની કંપની બનાવવા તરફનું હતું. તેમના લક્ષ્ય અનુસાર વર્ષ 2014 માં તેઓ એ બોમ્બે સુપર હાઇબ્રિડ સિડ્સને પ્રાઇવેટ લિમિટેડ કંપની બનાવી હતી.
વર્ષ 2018 માં લિમિટેડમાં ક્ધવર્ટ કરી, અને શેર બજારમાં એનએસઈ પ્લેટફોર્મ પર આઇપીઓ લઈને આવ્યા જેનો ભાવ પ્રતિ શેર રૂપિયા 60 ના ભાવે અને 2000 શેરનો લોટ હતો. જેની ફેસ વેલ્યુ રૂ.10 ની હતી. તે સમયે રોકાણ 1,20,000 હજારનું હતું. શેરની ફેસ વેલ્યુ રૂ.1 ની છે અને આજે 5 વર્ષ પછી ર બોનસ અને એક સ્પ્લિટ સાથે 72 લાખની થાય છે. એટલે કે રીટર્નની દ્રષ્ટિએ જોવા જઈએ તો અંદાજિત 5900 ટકાનું રીટર્ન મળેલ છે. સાથે સાથે અમારી બોમ્બે સુપરની બીજી ગ્રુપ કંપની અપસર્ગી સીડ્સ ઓફ એગ્રીકલ્ચરનો પણ વર્ષ 2022માં આઇપીઓ લઇને આવ્યા જેમાં પણ રૂ.120ના ભાવ થી 1200 શેર આપ્યા હતા. જેમાં કુલ રોકાણ રૂ 1,44,000 હતું આજે જેની વેલ્યુ રૂ. 4,88,000 આસપાસ છે.
કંપનીએ વર્ષ 2001 થી અત્યાર સુધીમાં 425 થી પણ વધારે અલગ અલગ સીડ્સની વેરાયટી ડેવલોપ કરી છે. જે કંપનીની ખેડૂતોના વિકાસ પ્રત્યે ની પ્રતિબદ્ધતા દર્શાવે છે. કંપની આજે મલ્ટીનેશનલ કક્ષા નું ઇન્ફાસ્ટક્ચર ધરાવે છે. સેન્ટ્રલ લેબમાં પીએચડી ડોક્ટરેટ થયેલા આધુનિક કૃષિ નિષ્ણાંતોની ટીમ સતત કાર્યરત છે. કંપની પોતાનું ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ફાર્મ પણ ધરાવે છે. ત્યાં ખેડૂતોને ઉત્તમ પ્રકારનું બિયારણ આપવા માટે સતત પ્રયત્ન શીલ રહે છે. કંપની હાલ 20 લાખથી પણ વધારે ખેડૂતો સાથે સીધો સંપર્ક ધરાવે છે. ખેડૂતો નો આર્થિક વિકાસ તે જ કંપનીનો પ્રાથમિક ધ્યેય છે. તેમ પિન્ટુભાઈ પટેલે જણાવ્યું હતું.