શહેરની ધોળકિયા, મોદી, ભરાડ અને માસૂમ સ્કૂલમાં ફક્ત 10 દિવસની જ રજા: વાલીઓએ કલેક્ટરને આવેદન પાઠવી 21 દિવસનું વેકેશન કરવા કરી માંગ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની ખાનગી સ્કૂલોને સરકારે જાહેર કરેલી જાહેર રજાઓમાં શૈક્ષણિક કાર્યો બંધ રાખવાના કોઈ નિયમોનુ પાલન કરાવવાવાળા કોઈ અધિકારી નથી તેમ સંચાલકો પોતાના મનઘડત નિયમોથી ગમે તે વાર-તહેવાર કે મહાપુરુષોની જન્મજયંતિ અને જાહેરાજાઓમાં સ્કૂલો રાખી પોતાની મનમાની ચલાવવાનું શીલશીલો ચાલુ થઇ ગયો હતો. શહેરની નામાંકિત ધોળકિયા સ્કૂલની ચાર સંસ્થા, મોદી સ્કૂલ, ભરાડ અને માસૂમ સ્કૂલના સંચાલકોએ 21 દિવસની જગ્યાએ 10 દિવસનું વેકેશન કરતા વાલીઓએ હોબાળો મચાવ્યો છે. વાલીઓએ આજે કલેક્ટર કચેરીએ જઈ આવેદન પાઠવ્યું હતું કે, સરકારના નિયમ મુજબ 9 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી વેકેશન જાહેર કરાયેલું છે. ત્યારે સ્કૂલ સંચાલકો દ્વારા 11 નવેમ્બરથી 21 નવેમ્બર સુધી જ રજા આપેલી છે જેને લઈને બાળકો પણ માનસિક તણાવમાં આવી રહ્યા છે જેને લઈને આ બાબતે સંચાલકોને નોટિસ પાઠવી આ નિર્ણય પાછો લેવા વાલીઓએ માગ કરી છે.