અમેરિકા એર ફોર્સના જનરલએ થોડા દિવસો પહેલા અમેરિકા અને ચીનમાં વર્ષ 2025માં યુદ્ધ થશે આ વાત કહીને ચોંકાવી દિધા હતા. હવે અમેરિકાના એક સાંસદે આ મુદા પર ફરી ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે.
અમેરિકા અને ચીન દુનિયાના બે શક્તિશાળી દેશોમાંના એક છે. એવામાં બે મોટી વર્લ્ડ પાવર હોવાના કારણે બંન્ને દેશોની વચ્ચે કેટલીય વાર મતભેદ થતા રહેતા હોય છે. કેટલાક સમય પહેલા ચીનએ તાઇવાન પર હુમલો કરવાની સંભાવના જોતા અમેરિકાએ યુદ્ધની સ્થિતિમાં તાઇવાનને પૂરી મદદ આપવાનું આશ્વાસન આપ્યું હતું. જેથી અમેરિકા અને ચીનની વચ્ચે તણાવની સ્થિતિ વધી ગઇ હતી. કેટલાક દિવસ પહેલા જ અમેરિકાના એર ફોર્સના જનરલએ આ વિશે વાત કરતાં જણાવ્યું કે, વર્ષ 2025 સુધી બંન્ને દેશોની વચ્ચે યુદ્ધ થઇ શકે છે. અમેરિકાના એરફોર્સ જનરલના નિવેદનથી બધી ચોંકી ઉઠયા હતા. હવે અમેરિકાના એક સાંસદે આ બાબતે નિવેદન આપ્યું છે.
- Advertisement -
શું કહ્યું અમેરિકાના સાંસદે?
અમેરિકાના સાંસદ માઇકલ મૈકકોલએ અમેરિકાના એરફોર્સએ અમેરિકા અને ચીનની વચ્ચે વર્ષ 2025માં થનારા યુદ્ધની ભવિષ્યવાણી પર નિવેદન આપ્યું હતું કે, હું આશા કરૂ છું કે, અમેરિકાના એર ફોર્સની ભવિષ્યવાણી ખોટી સાબિત થાય. પરંતુ દુર્ભાગ્યપૂર્ણ મને લાગે છે કે, આ સાચું છે. એવામાં અમે યુદ્ધને લઇને તૈયારી કરી રહ્યા છિએ.
ચીનના આર્મીની તાબડતોડ તૈયારી
મળેલા રિપોર્ટ અનુસાર, ચીનની પીપલ્સ લિબરેશન આર્મી પોતાની સૈન્ય શક્તિ વધારવા માટે ઝડપથી કમા કરી રહી છે. આ વાતનો ખુલાસો ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીની હાલમાં આવેલી એક રિપોર્ટમાં થયો છે.
ચીનની પીપલ્સ લિબરેશન આર્મી માનવ રહિત હથિયારો અને આ્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર બેસ્ટ ટેકનોલોજી પર કામ કરી રહી છે. પીપલ્સ લિબરેશન આર્મી કમ્પ્યૂટર બેઇઝ્ડ હથિયારો પર કામ કરી રહી છે, જેમકે ટારગેટ સાઇબર, મનોવૈજ્ઞાનિક ટાઇપના યુદ્ધોમાં પણ દેશની આર્મીને મજબૂત બનાવી રહી છે. ચીનના પોતાના હથિયારો સ્માર્ટ અને એડવાન્સ્ડ ટેકનોલોજી અનુસાર બનાવી રહ્યા છે.