જેલથી માંડીને મૃત્યુદંડની જોગવાઈ
યુગાન્ડાના રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેનીએ સોમવારે સમલૈંગિકો વિરુદ્ધ વિશ્વનો સૌથી કડક કાયદો પસાર કર્યો છે. આ કારણે હવે ત્યાં સમલૈંગિક સંબંધ રાખવા પર આજીવન કેદથી લઈને મૃત્યુદંડની સજા થઈ શકે છે. યુગાન્ડામાં અગાઉ પણ સમલૈંગિક સંબંધો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો, પરંતુ આવી ગંભીર સજાની જોગવાઈ નહોતી.
- Advertisement -
કાયદો પસાર કરતી વખતે સાંસદોએ સમલૈંગિક સંબંધોને સમાજના મૂલ્યોની વિરુદ્ધ ગણાવ્યા છે. આ સાથે તેમણે કાયદાનું યોગ્ય રીતે પાલન થાય તે માટેના શપથ પણ લીધા છે. કાયદો પસાર થતાની સાથે જ સમગ્ર વિશ્વમાં ટીકાઓ શરૂ થઈ ગઈ છે. યુએસ પ્રમુખ જો બિડેને તો યુગાન્ડાના કેટલાંક અધિકારીઓ પર પ્રતિબંધો લાદવાની અને ત્યાં યુએસ રોકાણ ઘટાડવાની ધમકી આપી છે.
યુગાન્ડામાં એક નવા કાયદા મુજબ, 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ સાથે અથવા એચઆઈવી સંક્રમીત વ્યક્તિ સાથે સમલિંગી સેકસ માણવા પર મૃત્યુદંડની સજા થઈ શકે છે. સાથે જ સમલૈંગિકતાને પ્રોત્સાહન આપવા પર 20 વર્ષ સુધી જેલમાં રહેવું પડશે.
જો કે કોઈ વ્યક્તિ ફકત ગે, લેસ્બીયન અથવા હોમોસેકસ્યુઅલ હોવા પર કોઈ સજા થશે નહીં. સજા ત્યારે જ થશે જયારે તે સમલૈંગિક સંબંધોમાં સામેલ થશે.