ખાસ-ખબર સંવાદદાતા
કાથરોટા માધ્યામિક શાળાની બે વિદ્યાર્થિની ગાંધીનગર સાયન્સ સિટી મુકામે રાજ્ય કક્ષાએ યોજાનારી બાળ વિજ્ઞાન પરિષદ માટે સિલેક્ટ થતા શાળાની બે વિદ્યાર્થિની આગામી દિવસોમાં ગાંધીનગર ભાગ લેવા જશે જેમાં ડાવરિયા યોગિ અને ડાવરિયા આયુષી સિલેક્ટ થતા શાળા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે.
જયારે આ બંને બાળને વિજ્ઞાનિકોને તૈયારી અને માર્ગદર્શન વિજ્ઞાન શિક્ષક બલદેવ પરી દ્વારા આપવામાં આવ્યુ હતું જયારે ટોપ 10 પ્રોજેક્ટને માંથી કાથરોટા માધ્યામિક શાળાના બાળકોની થીમ પસંદગી થઈ છે જે જૂનાગઢ જિલ્લાનું આગામી દિવસોમાં તેઓ રાજ્ય કક્ષાની પરિષદ માટે અમદાવાદ સાયન્સ સીટી ખાતે પ્રતિનિધિત્વ કરશે તથા તેઓ આગળ પણ સારો દેખાવ કરી અને જૂનાગઢ જિલ્લાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ શાળા પરિવાર દ્વાર આપવામાં આવી હતી.
કાથરોટા શાળાની બે વિદ્યાર્થિની રાજ્ય કક્ષાની બાળ વિજ્ઞાન પરિષદમાં ભાગ લેશે
