ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહિલા અને બાળ વિકાસ વિભાગ, જિલ્લા વહીવટીતંત્ર, આઈસીડીએસ શાખા, જિલ્લા પંચાયત તથા મહાનગરપાલિકા તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે ગાંધીચોક ખાતે સ્પોર્ટસ સંકુલમાં કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
મેયર ગીતાબેન પરમાર ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કિશોરી મેળામાં મેયરે જણાવ્યું હતું કે સરકાર દ્વારા કિશોરી, મહિલાઓ અને માતાના સશક્તિકરણ માટે અનેકવિધ કાર્યક્રમો અને યોજનાઓ અમલી બનાવી છે તથા કિશોરીઓના આરોગ્ય, ખોરાક, શિક્ષણ સહિતની દરેક બાબતની દરકાર સરકાર કરી રહી છે. ત્યારે દીકરીઓ આ દરેક યોજનાનો લાભ લે એ જરૂરી છે. આજની દીકરી આવતીકાલની માતા છે અને ભારતનું ભવિષ્ય છે. ત્યારે જો કિશોરી સશક્ત સુપોષિત હશે તો દેશનું ભવિષ્ય ઉજળું બનશે જેની સાથે કિશોરી મેળામાં ઉપસ્થિત દીકરીઓને વિવિધ યોજના સહીત બાબતે માહિતગાર કરવામાં આવેલ.
સશક્ત કિશોરી સુપોષિત ગુજરાત થીમ અન્વયે જૂનાગઢમાં કિશોરી મેળો યોજાયો
