ઝડપાયેલાને આરોપીને કોર્ટમાં રજુ કરતા 5 યુવકોને ત્રણ દિવસના રિમાન્ડ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાંથી એક એપાર્ટમેન્ટના રહેણાંક બ્લોક માંથી ક્રાઇમ બ્રાન્ચે ઇન્ટર નેશનલ કોલ સેન્ટર ઝડપી પાડવામાં સફળતા મળી હતી જેમાં નાગાલેન્ડ અને મણિપુરના 10 યુવક યુવતીઓ ઝડપી પાડયા હતા જયારે કોલ સેન્ટરના મુખ્ય ભેજાબાજ શખ્સોને ઝડપી લેવા ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ તેજ કરી છે.
જૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાંજડીયા અને એસપી હર્ષદ મેહતાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ જે.જે.પટેલે ઝડપાયેલ 10 આરોપીની ઊંડાણ પૂર્વક તપાસ કરતા કોલ સેન્ટર માંથી જપ્ત કરવામાં આવેલ મોબાઈલ માંથી છેલ્લા ત્રણ માસમાં અમેરિકન નાગરીકો પાસેથી કુલ રૂ.4,83 કરોડથી વધુની રકમ પડાવી હોવાનું સામે આવ્યું હતું ત્યારે હજુ કોલ સેન્ટરના મુખ્ય સૂત્રધાર ઝડપાયા બાદ રૂપિયાનો આંકડો વધવાની સંખ્યા છે કોલ સેન્ટરમાંથી ઝડપાયેલ યુવક યુવતીને ગઈકાલ કોર્ટમાં રજુ કર્યા હતા જેમાં કોર્ટે પાંચ યુવકને ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા જયારે પાંચ યુવતીને જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવી હતી જયારે ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ દ્વારા કોલ સેન્ટરના મુખ્ય સૂત્રધાર નિવૃત ડીવાયએસપીના પુત્ર સહીત કુલ પાંચ નામો ખુલ્યા છે જેને ઝડપી લેવા અલગ અલગ ટિમો બનાવી તપાસ તેજ કરી છે જયારે કોલ સેન્ટરનો ગોરખ ધંધો કરનાર ઝડપાશે ત્યારે વધુ નામો અને રૂપિયાનો આંક વધશે તેમ જાણવા મળી રાહ્યુ છે.