શારદીય નવરાત્રીની શરૂઆત થઇ ચૂકી છે. આ દરમિયાન ઘણા ભક્તો ઉપવાસ કરીને સંપૂર્ણ 9 દિવસ સુધી વિધિ વિધાન સાથે વ્રત રાખે છે. ઉપવાસ કરવાનું બીજું કારણ હોય છે શરીરની આંતરિક સફાઇ. પરંતુ ઘણા લોકો ઉપવાસના નામ પર તેલ, મસાલા અને ફેટથી ભરપૂર ખોરાક ખાઇ લે છે. જેનાથી તમને ઉપવાસનો લાભ થવાની જગ્યાએ હાનિ પહોંચે છે. તેથી અહીં અમે તમને 9 દિવસ માટે જુદા જુદા 9 હેલ્થી ફૂડ ઓપ્શન્સ વિશે જણાવવા જઇ રહ્યા છીએ.
- Advertisement -
સાબુદાણા
સાબુદાણાની મદદથી તમે ઘણી વાનગીઓ બનાવી શકો છો. તેને દરેક પ્રકાર વ્રતમાં ભક્તો ખાઈ શકે છે. સાબુદાણામાં રહેલા કાર્બોહાઇડ્રેટથી તમારા શરીરમાં વધારે એનર્જી અનુભવશો. સાબુદાણા ગ્લુટેન ફ્રી હોય છે અને જે લોકોને ગ્લૂટેનથી એલર્જી હોય તેવા લોકો માટે સાબુદાણા બેસ્ટ ઓપ્શન બની શકે છે. તમે સાબુદાણા ખીચડી, ચિલા અથવા ખીર બનાવી શકો છો.
- Advertisement -
કટ્ટૂનો ઢોંસો
તમે નવાત્રીના ઉપવાસમાં કટ્ટૂના લોટને પણ સામેલ કરી શકો છો. તેમાંથી તમે ઢોંસા બનાવીને બટેકા અથવા પનીરની ફિલિંગ ભરી શકો છો. આ ટેસ્ટી ઢોંસાને નારિયેળ, ફુદીનાની ચટણી સાથે સર્વ કરવાથી તેનો ટેસ્ટ વધી જશે. પરંતુ ઢોંસા બનાવતી સમયે વધારે પડતા ઘીનો ઉપયોગ ન કરવો.
કેળાનો શેક
વ્રત દરમિયાન તમે કેળાનો શેક બનાવી શકો છો. જે એક સારું એનર્જી ડ્રિંક પણ છે. કેળાનો શેક બનાવવા માટે તમારે દૂધ, મધ, કેળા અને ગોળને સારી રીતે બ્લેન્ડ કરી લેવો. તમે તેમાં થોડો બરફ પણ ઉમેરી શકો છો. હવે ગ્લાસમાં સર્વ કરીને આ ડ્રિંકની મજા માણી શકો છો. આ ડ્રિંક પાચન શક્તિને વધારે સારી બનાવે છે અને બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે છે.
મખાનાની ખીર
ઉપવાસ દરમિયાન મીઠાઇ ખાવાની ક્રેવિંગ થવી સામાન્ય વાત છે. તો તે માટે તમે મખાનાની ખીર બનાવી શકો છો. મખાના એન્ટિઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે. તેને ખાધા પછી તમારું શરીર એનર્જેટિક અનુભવવા લાગશે. આ ખીરને ખાવાથી પાચન પણ સારું રહે છે.
સામાનો પુલાવ
તમે વ્રત કે ઉપવાસ દરમિયાન સામાના ચોખાનો પુલાવ ખાઇ શકો છો. તેને બનાવવા માટે વ્રત જે શાકભાજી ખાઈ શકાય છે, તેને મિક્સ કરો અને ટેસ્ટી પુલાવ બનીને તૈયાર થઇ જશે.
લસ્સી
લસ્સી તો મોટા ભાગના લોકોની મનપસંદ હોય છે. તો તમે વ્રતમાં પણ લસ્સી પી શકો છો. તે માટે દહીંને સારી રીતે બ્લેન્ડ કરી લો અને ત્યાર બાદ તેમાં ખાંડ અને બરફ નાખો. હવે ફરી તેને સારી રીતે મિક્સ કરીને ઠંડી ઠંડી લસ્સી પી શકો છો.
ખજૂર શેક
ખજૂર શેક ટેસ્ટમાં ખૂબ જ સારો લાગે છે. તેને બનાવવા માટે થોડો ખજૂર અને ડ્રાઇફ્રૂટ્સને પલાળી દો. હવે પલાળેલો ખજૂર, ડ્રાઇફ્રૂટ્સ અને દૂધને બ્લેન્ડ કરીને મિક્સ કરી લો. તમારો હેલ્થી ખજૂર શેક બનીને તૈયાર થઇ જશે.