અક્ષ શમશેર સિંહ એન્ટી-કરપ્શન બ્યૂરોના ડિરેક્ટરપદ પર યથાવત, રાજકુમાર પાંડિયનને કાયદો-વ્યવસ્થા વિભાગનો હવાલો સોંપાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત સરકાર દ્વારા આજે (9 ડિસેમ્બર) મોડી સાંજે એક સાથે 25 IPS અધિકારીઓની બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો હતો. જેમાં ઘણા સમયથી સિનિયર IPS અધિકારી શમશેરસિંઘની કોઈ સારી જગ્યાએ બદલી થશે તેવી ચર્ચાઓ હતી, પરંતુ તેમને એન્ટી કરપ્શન બ્યુરોમાં તે જગ્યા પર યથાવત રાખવામાં આવ્યા છે. જ્યારે CID ક્રાઈમમાં કામગીરી કરનાર રાજકુમાર પાંડિયનને કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત લાંબા સમયથી ખાલી પડેલી અમદાવાદના સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 તરીકે જયપાલસિંહ રાઠોડની નિયુક્તિ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, 25 અધિકારીઓની બદલી બાદ હજુ અમદાવાદના ઘણા DCPની બદલી આવે તેવી સંભાવના છે.અમદાવાદ સ્પેશિયલ પોલીસ કમિશનર અજયકુમાર ચૌધરીની ગાંધીનગર મહિલા સેલના એડિશનલ ડિરેક્ટર જનરલ તરીકે બદલી કરવામાં આવી છે. અમદાવાદમાંથી ઝોન 1 અને ઝોન 2 ડીસીપીની બદલી કરવામાં આવી છે. રાજકોટના TRP અગ્નિકાંડ બાદ પોસ્ટિંગ માટે વેઇટિંગમાં મૂકવામાં આવેલા વિધિ ચૌધરીની અમદાવાદ સ્પેશિયલ બ્રાન્ચ અને એડમિનના એડિશનલ સીપી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.
- Advertisement -
એન્ટી કરપ્શન બ્યુરોના ડાયરેક્ટર અને ગુજરાતના સિનિયર મોસ્ટ અધિકારી ડો. શમશેરસિંઘને ડેપ્યુટેશન પર દિલ્હી મોકલવામાં આવ્યા છે, જ્યારે તેમનો એન્ટી કરપ્શન બ્યુરોનો ચાર્જ યથાવત રાખવામાં આવ્યો છે. શમશેરસિંઘ પાસે કાયદો અને વ્યવસ્થાની જવાબદારી પણ હતી જેમાંથી તેમને મુક્ત કરવામાં આવ્યા છે અને CID ક્રાઈમના એડિશનલ ડીજીપી રાજકુમાર પાંડિયનને કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવી છે.અમદાવાદમાં વર્ષોથી ફરજ બજાવતા સ્પેશિયલ પોલીસ કમિશનર અજય ચૌધરીની ગાંધીનગર ખાતે મહિલા સેલમાં એડિશનલ ડાયરેક્ટર જનરલ તરીકે બદલી કરવામાં આવી છે. તેમની ખાલી પડેલી જગ્યાએ વિધિ ચૌધરીને પોસ્ટિંગ આપવામાં આવી છે. વિધિ ચૌધરી અમદાવાદ સ્પેશિયલ બ્રાન્ચ અને વહીવટનો હવાલો સંભાળશે.TRP ગેમઝોન અગ્નિકાંડમાં રાજકોટના તત્કાલિન પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની હાકલ પટ્ટી કરવામાં આવી હતી અને અમદાવાદના સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 બ્રિજેશકુમાર ઝાની રાજકોટ પોલીસ કમિશનર તરીકે બદલી કરવામાં આવી હતી. ત્યારથી અમદાવાદના સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2ની જગ્યા ખાલી પડી હતી. સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 1 નીરજ બડગુર્જર પાસે તેમનો વધારાનો ચાર્જ હતો. અમદાવાદ શહેરમાં અતિ મહત્વની ગણાતી સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2ની પોસ્ટ માટે રાજકોટ ગ્રામ્યના ડીઆઇજી જયપાલસિંહ રાઠોડની પસંદગી કરવામાં આવી છે. ગુનેગારો ઉપર સારી પકડ ધરાવતા અધિકારી જયપાલસિંહ રાઠોડના આગમનથી અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બેફામ બનેલા ગુનેગારો માપમાં આવી જશે તેવું માનવામાં આવી રહ્યું છે.
રાજ્યમાં IPS અધિકારીઓની બદલી કરાઈ
ડો. શમશેરસિંઘને એન્ટી કરપ્શન બ્યુરોના ડિરેક્ટર પદ પર યથાવત રખાયા
રાજકુમાર પાંડિયનને કાયદો અને વ્યવસ્થા વિભાગના એડિશનલ ડિરેક્ટર જનરલ બનાવાયા
અજયકુમાર ચૌધરીને ગાંધીનગર મહિલા સેલના એડિશનલ ડિરેક્ટર જનરલ બનાવાયા
વિધિ ચૌધરીને અમદાવાદ સ્પેશિયલ બ્રાન્ચ અને એડમિનના એડિશનલ સીપી બનાવાયા
એમ. એલ નિનામાને સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના IGP બનાવાયા
જયપાલસિંહ રાઠોડને અમદાવાદ સેક્ટર 2ના જેસીપી બનાવાયા
ડો. લીના પાટિલને વડોદરાના એડિશનલ કમિશનર બનાવાયા
ડો. સુધિરકુમાર જે. દેસાઈને ગાંધીનગર આઇબીમાં એસપી બનાવાયા
બલરામ મીણાને અમદાવાદ શહેર ઝોન 1 ડીસીપી બનાવાયા
હિમકરસિંહને રાજકોટ ગ્રામ્યના એસપી બનાવાયા
ઉષા રાડાને વડોદરા જેલના સુપરિટેન્ડેન્ટ બનાવાયા
સંજય ખરાતને અમરેલીના એસપી બનાવાયા
ડો. રવિેન્દ્ર પટેલને ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના ડાયરેક્ટર બનાવાયા
વિકાસ સુંદાને ભુજના એસપી બનાવાયા
હિમાંશુ વર્માને CID ક્રાઈમ આર્થિક ગુના વિભાગના જઙ બનાવાયા
આલોકકુમારને સુરત ઝોન 1 DCP બનાવાયા
અભિષેક ગુપ્તાને વડોદરા ઝોન 3 DCP બનાવાયા
નિધિ ઠાકુરની અમદાવાદ સેન્ટ્રલ જેલના નવા જેલર તરીકે બદલી
એન.એ. મુનિયાને મડાણા એસઆરપીએફ ગ્રુપ 3ના કમાન્ડન્ટ બનાવાયા
વસંતકુમાર નાઈને પાટણના એસપી બનાવાયા
ભરતકુમાર રાઠોડને અમદાવાદ ઝોન 2 ડીસીપી બનાવાયા
ભક્તિ ડાભીને સુરત શહેર હેડ ક્વાર્ટરના ઉઈઙ બનાવાય
મેઘા તેવરને સાબરકાંઠા એસઆરપીએફ ગ્રુપ 6ના કમાન્ડન્ટ બનાવાયા
કોમલ વ્યાસને જામનગર એસઆરપીએફ ગ્રુપ 17ના કમાન્ડન્ટ બનાવાયા