ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિવિધ પેટા કેન્દ્રો ખાતેની હવામાન વેધશાળામાં દૈનિક હવામાનના અવલોકનો લેતા કર્મચારીઓ માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 25 તાલીમાર્થીઓએ તાલીમ મેળવી હતી.
કુલપતિ ચોવટીયાએ જણાવ્યુ કે, વિપરિત આબોહવાકીય પરિસ્થિતિ હાલમાં જુદી છે, નવીન ટેકનોલોજી અપનાવી ખેતી ખર્ચ ઘટાડવા તેમજ કૃષિમાં આબોહવા પરિવર્તનની અસરો વિશે વિગતો આપવામાં આવી હતી. દૈનિક હવામાનના અવલોકનો લેતા કર્મચારીઓ વધુ ચોકસાઇ પૂર્વક અવલોકનો લેવામાં આવે તે માટે સૂચન કરવામાં આવ્યુ હતું. વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.એન.બી.જાદવે, ડિજિટલ માધ્યમથી વધુમાં વધુ ખેડૂતની નજીક રહીને ખેડૂતને માહિતગાર કરવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં કુલસચિવ ડો.વાય.એચ.ઘેલાણી, આચાર્ય અને ડીન, કૃષિ મહાવિદ્યાલય, ડો.પી.ડી.કુમાવત તેમજ પ્રાધ્યાપક ડો. પી.કે.ચોવટીયા, ડો.એસ.જે.સિંધી, મદદનીશ પ્રાધ્યાપક, ડી.આર.વઘાસીયા, નિયંત્રણ અધિકારી ઉમેશ પરમાર, અગ્રોમેટ ઓબ્ઝર્વરે આ તાલીમ કાર્યક્રમમાં તાલીમાર્થીઓને તાલીમ આપી માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.