લોકશાહીના પર્વનો થનગનાટ – છાત્રાઓએ મહેંદી અને રંગોળી દ્વારા આપ્યો મતદાન જાગૃતિનો સંદેશ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.3
- Advertisement -
કલેકટર કે.ડી. લાખાણીના માર્ગદર્શન હેઠળ રાણાવાવની એમ.વી. મજીઠીયા ગર્લ્સ સ્કુલ ખાતે મતદાન જાગૃતિના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા ભારતીય સંસ્કૃતિમાં જેમ લગ્ન પ્રસંગે મહિલાઓમાં મહેંદી રસમ ખુબજ લોકપ્રિય હોય છે.વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત દેશમાં આગામી દિવસોમાં જયારે લોકસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે, ત્યારે આ મહા પર્વને ઉજવવા શાળા કોલેજની છાત્રાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી કે. ડી. લાખાણીનાં માર્ગદર્શન હેઠળ સ્વીપના નોડલ ઓફિસર દ્વારા સ્વીપ કામગીરી અંર્તગત મતદાન જાગૃતિ અંગે રોજબરોજ અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે.
ખાસ કરીને યુવા છાત્રો મતદાન માટે પ્રેરાય તે માટે શાળા-કોલેજોમાં વિવિધ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ હોંશભેર જોડાઈ રહ્યા છે. સ્વીપના નોડલ ઓફિસરના જણાવ્યા અનુસાર પોરબંદરના રાણાવાવની શ્રી એમ.વી. મજીઠીયા ગર્લ્સ સ્કુલ ખાતે મહેંદી અને રંગોળી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીનિઓએ કલાત્મક ડિઝાઇન સાથે મતદાન અંગેના વિવિધ સ્લોગન બનાવી જનજાગૃતિની ખુશ્બુ ફેલાવી છે. રંગોળી અને મહેંદી સ્પર્ધાનું આયોજન કરી ઉત્સાહ ભેર વિદ્યાર્થીઓ આ મતદાન જાગૃતિના કાર્યક્રમમાં જોડાયા હતા. મતદાન અંગે પણ વિદ્યાર્થીઓને સમજ પૂરી પાડવામાં આવી રહી છે. જેમાં આજની યુવા પેઢીએ ઉત્સાહભેર ભાગ લઈ મતદાન પર્વને શ્રેષ્ઠ પર્વ ગણાવ્યું છે.