ખાસ-ખબર ન્યૂઝ ગોંડલ, તા.3
રાજુલા શહેરમાં પ્રાંત કચેરી ખાતે એકટીવીટી સેન્ટરમાં આધારકાર્ડની કામગીરી છેલ્લા ધણાં બંધ હાલતમાં છે. જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એકતરફ લોકસભાની ચૂંટણીની પૂર્વે તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ ચૂંટણી દરમિયાન આધારકાર્ડની કામગીરી બંધ હાલતમાં છે. લોકોને આધારકાર્ડ કેન્દ્રમાં ધરમના ધક્કાઓ ખાઇ રહ્યા છે જેથી ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોને પોતાના આધાર કાર્ડમાં નામ સુધારો, જન્મતારીખ, સરનામુ સહિત આધાર કાર્ડની કામગીરી માટે આવતા જતા હોય છે. પરીણામે આધારકાર્ડ કેન્દ્ર બંધ હોવાને કારણે લોકોના કામો અટકી પડ્યા છે. ત્યારે ના છુટકે લોકોએ ભાડાઓ ખર્ચીને સાવરકુંડલા ખાતે જવુ પડે તેવી સ્થિતિ સર્જાઇ હતી. આ બાબતે સત્તાધિશો દ્વારા કામગીરીઓ બંધ લઇને શરૂ કરવા માટે પ્રયત્ન કરવા જરૂરી બન્યા છે જેથી રાજુલા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને મુશ્કેલીઓ ન સર્જાઇ. ત્યારે તંત્ર દ્વારા આધારકાર્ડ કેન્દ્ર વહેલામાં વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.