રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ દર વર્ષે ચોમાસાના આગમન પહેલા જ 16મી મેના રોજ ઉજવવામાં આવે છે, આ દિવસની ઉજવણી પાછળનો હેતુ લોકોને આ જીવલેણ રોગ વિશે જાગૃત કરવાનો છે.
ડેન્ગ્યુએ આજના સમયની સૌથી ગંભીર બીમારીઓમાંની એક છે. સમગ્ર વિશ્વમાં દર વર્ષે લાખો લોકો આ જીવલેણ રોગથી મૃત્યુ પામે છે. ડેન્ગ્યુના મોટાભાગના કેસો વરસાદની મોસમના પ્રારંભિક તબક્કામાં સામે આવતા હોય છે અને આ સમય દરમિયાન સૌથી વધુ સાવચેતી રાખવી પણ જરૂરી બને છે. આ રોગની ગંભીરતાને જોતા સરકાર દ્વારા લોકોને ડેન્ગ્યુ અંગે સતત જાગૃત કરવામાં આવી રહ્યાં છે, ડેન્ગ્યુના લાર્વા મુખ્યત્વે એકઠો થયેલા ચોખ્ખા પાણીમાં ઉત્પન્ન થાય છે અને જુલાઈથી ઓક્ટોબરના સમય આ લાર્વા વધુ ઉત્પદન થતાં હોય છે, માટે જ આ સમય દરમિયાન ખૂબ જ સાવધાન રહેવું જરૂરી છે.
- Advertisement -
ચોમાસાના આગમન પહેલા ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરાય
લોકોને ડેન્ગ્યુના ગંભીર રોગ વિશે જાગૃત કરવા માટે સરકાર અનેક કાર્યક્રમો કરે છે ત્યારે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ દર વર્ષે ચોમાસાના આગમન પહેલા જ 16મી મેના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી પાછળનો હેતુ લોકોને આ જીવલેણ રોગ વિશે જાગૃત કરવાનો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા દર વર્ષે ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અગાઉની સરખામણીમાં ડેન્ગ્યુ રોગ અંગે લોકોમાં ઘણી જાગૃતિ આવી છે, તેમ છતાં હજુ પણ દેશના અંતરિયાળ વિસ્તારોમાં આ રોગ અંગે વધુ જાગૃતિ ફેલાવવાની જરૂર છે તમને જણાવી દઈએ કે, ડેન્ગ્યુ એડીસ મચ્છરના કરડવાથી થાય છે.
ડેન્ગ્યુ એડીસ મચ્છરના કરડવાથી થાય છે
ડેન્ગ્યુ ફીવરએ એક પ્રકારનો વાયરલ ફીવર જ છે જે મચ્છરથી ફેલાય છે. વધુ સરળ ભાષામાં કહીએ તો ડેન્ગ્યુના વાયરસને ફેલાવનાર મધ્યમ મચ્છર હોય છે. એડીસ ઈજીપ્ટસ અને એડીસ અલ્બોપ્રીકટસ નામનાં મચ્છર તેનાં કેરિયર બની શકે છે, એટલે કે આ બે મચ્છરમાંથી કોઈ એક તમને કરડી જાય તો તમને ડેન્ગ્યુ થઈ શકે છે. આ જ મચ્છરનાં કારણે ચિકનગુનીયાં કે યલો ફીવર જેવા રોગો પણ થતાં હોય છે.
આ મચ્છરને કેવી રીતે ઓળખશો
આ બંને મચ્છર ઘણા ખરા અંશે સરખા જેવા જ લાગે છે. એડીસ અલ્બોપ્રીકટસને ટાઈગર મોસ્કીટો પણ કહેવાય છે. કારણ કે તેનાં ઉપાંગોમાં વાઘ જેવા સફેદ પટ્ટા જોવા મળે છે. બંને સાઇઝ સિવાય લગભગ સરખા જેવા જ લાગતા મચ્છર છે.
- Advertisement -
ડેન્ગ્યુના ગંભીર લક્ષણો
-સખત શરીર અને પેટનો દુખાવો
-સતત ઊલટીઓ થવી
-પેઢામાંથી લોહી નીકળવું કે લોહીની ઊલટીઓ થવી
-ઝાડમાં લોહી પડવું
-આવા કિસ્સાઓમાં તાકીદે નિષ્ણાંત ડોક્ટરના ઑબ્ઝર્વેશન હેઠળ હોસ્પિટલાઈઝેશન જરૂરી છે. અન્યથા ગંભીર પરિણામ ભોગવવા પડી શકે છે.
ફેલાવો
પાપ્ત વિગતો મુજબ, મોટેભાગે ડેન્ગ્યુ આફ્રિકા અને એશિયાના દેશોમાં જોવા મળે છે અને અમેરિકાના અમુક વિસ્તારોમાં પણ ફેલાયેલો રોગ છે. વર્ષે દહાડે 40 કરોડ લોકોને ઇન્ફેકશન થાય છે અને 10 કરોડ લોકો આ રોગથી બીમાર થાય છે જે ગંભીર બાબત છે. આમાંથી અંદાજે 40 હજાર લોકો ડેન્ગ્યુનાં કારણે જીવ ગુમાવે છે.