પ્રાચિન ગરબાઓના સથવારે ખેલૈયાઓએ મન મુકી ઝુમી ઉઠ્યા
ફિલ્મ સંગીતકાર પંકજ ભટ્ટ અને તેમના સાજીંદાઓની સાથે સુપ્રસિઘ્ધ કલાકારો દરરોજ પોતાની કલાનાં કામણ પાથરી રહયા છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સમગ્ર સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ ગુજરાતમાં ફકત જૈન સમાજનાં ભાઈ-બહેનો માટે રાસોત્સવનું આયોજન કરતી અગ્રીમ હરોળની સંસ્થા જૈનમ કામદાર નવરાત્રી મહોત્સવનાં ચોથા નોરતે અનેક એવોર્ડથી સન્માનીત અને ગુજરાત ગૌરવ સમાન ફીલ્મ સંગીતકાર પંકજ ભટ્ટ અને તેમના સાજીંદાઓનાં સથવારે યુ ટયુબ ઉપર ધુમ મચાવનાર ગાયક કલાકારો પોતાની ગાયીકાનાં કામણ પાથરી રહયા છે. અને ખેલૈયાઓના ઝોમ ઝુસ્સો વધારી રહયા છે. સાથો સાથ આજે યોજાયેલ સ્પર્ધામાં ખેલૈયાઓ અવનવા ગરબા તથા આરતી થાળી સુશોભીત કરીને હરીફાઈમાં ઉત્સાહભેર જોડાયા હતા. આજનાં દિવસનાં મુખ્ય અતિથિ ખારા પરિવારનાં વિરેન્દ્રભાઈ ખારા, ગીરીશભાઈ ખારા, જીતેન્દ્રભાઈ ખારા, સુનીલભાઈ ખારા, પારસભાઈ ખારા, વિરભાઈ ખારા, જયભાઈ ખારા, ચિંતનભાઈ ખારા, અદિતભાઈ ખારા તેમજ તેમના પરિવારનું જૈનમ્ પરિવાર દ્વારા અદકેરું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. વિન્ટેજ કારમાં સવાર થઈ તમામ મુખ્ય અતિથીગણોએ દર્શકોનું અભિવાદન સ્વીકારેલ હતું.
ચોથા નોરતે સ્પેશ્ર્યલ ઈવેન્ટમાં લાઈવ ડી જે કોન્સર્ટનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું તો સાથે સાથે વોટર ડ્રમ ઉપર ધમાકેદાર પરર્ફોમન્સ રજુ કરવામાં આવેલ, ઉપસ્થિત સૌ કોઈએ તાલીઓના ગડગડાટથી કલાકારોને વધાવેલ હતા. ગ્રાઉન્ડ પર સ્થિત દર્શનીય મંદિરમાં રોજે રોજ જૈનમ્ પરિવારની કમીટીનાં કાર્યકરો તથા વિરેન્દ્રભાઈ ખારા, જયશ્રીબેન ખારા, ગીરીશભાઈ ખારા, પ્રફુલાબેન ખારા, જીતેન્દ્રભાઈ ખારા, રશ્ર્મીબેન ખારા, સુનીલભાઈ ખારા, જાગૃતિબેન ખારા, પારસભાઈ ખારા, વૈશાલીબેન ખારા, વિરભાઈ ખારા, રિઘ્ધીબેન ખારા, જયભાઈ ખારા, અંકિતાબેન ખારા, ચિંતનભાઈ ખારા, શ્ર્વેતાબેન ખારા, અદિતભાઈ ખારા, રીયાબેન ખારા વરદ હસ્તે માં આદ્યશકિતની આરતી ખૂબ ભાવભેર કરવામાં આવે છે. આરતી બાદ તમામ લોકો પ્રસાદ લઈ અભિભુત થતા હોય છે.
આજરોજ જૈનમ્ પરિવારનાં આમંત્રણ માન આપીને આજનાં મુખ્ય અતિથિ ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, શહેર ભાજપ પ્રમુખશ્રી મુકેશભાઈ દોશી, મેયરશ્રી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયરશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રીશ્રી વિરેન્દ્રસિંહ ઝાલા, શાસક પક્ષ નેતા શ્રી લીલુબેન જાદવ, દંડકશ્રી મનીષભાઈ રાડીયા, શ્રીમતિ રૂપલબેન રાકેશભાઈ રાજદેવ, જાણીતા ધારાશાસ્ત્રી શ્રી અનિલભાઈ દેસાઈ, મનોજભાઈ અનડકટ, સરગમ કલબનાં ગુણુભાઈ ડેલાવાળા, ડોમા સ્પેસનાં જીજ્ઞેશભાઈ દોશી સહીતનાં અગ્રણીશ્રીઓ આમંત્રણને માન આપની ઉપસ્થિત રહયા હતા જેમને પણ જૈનમ્ કામદાર નવરાત્રી મહોત્સવનાં આવા સુંદર આયોજનની ખૂબ વખાણેલ હતું.
ચોથા નોરતે યોજાયેલા રાસોત્સવમાં વિજેતા થયેલ ખેલૈયાઓનાં નામમાં સીનીયર પ્લેયર મેલ પ્રિન્સ તરીકે પ્રથમ માવાણી દિપેશ, બિજા ક્રમે ગાંધી હર્ષ અને ત્રિજા ક્રમે શાહ મોનીલ, સિનીયર પ્લેયર ફીમેલ પ્રિન્સેસમાં માં પ્રથમ નંબરે વોરા હેતવી, બિજા ક્રમે દોશી જહાનવી, ત્રિજા ક્રમે શાહ પ્રિયંકા ઉપરાંત કિડ્સ પ્લેયર બોયઝ પ્રિન્સમાં પ્રથમ ક્રમે શાહ કવીશ, બીજા ક્રમે ખારા રેયાંશ, ત્રિજા ક્રમે વોરા દેવાંશુ તેમજ કિડ્સ પ્લેયર ગર્લ્સ પ્રિન્સેસમાં પ્રથમ ક્રમાંકે ભોડીયા અમી, બિજા ક્રમે શાહ દિયા, ત્રિજા ક્રમાંકે સંઘવી ત્રિશા તેમજ વેલ ડ્રેસ સિનીયર પ્રીન્સમાં પ્રથમ શાહ કેયુર, બિજા ક્રમે મહેતા કેવીન, ત્રિજા ક્રમે શાહ ભૌમીક અને વેલ ડ્રેસ સિનીયર પ્રીન્સેસમાં પ્રથમ ક્રમે વોરા સિઘ્ધી, બિજા નંબરે શાહ શ્રેયા, ત્રિજા નંબરે દોશી મમતા અને વેલ ડ્રેસ કીડ્સ બોયઝમાં પ્રથમ ક્રમે ઝાટકીયા હેતાંશ, બિજા નંબરે મહેતા વિર, ત્રિજા નંબર મહેતા હપાણી હૃીદમ ઉપરાંત વેલ ડ્રેસ કીડ્સ ગર્લ્સમાં પ્રિન્સમાં પ્રથમ ક્રમે હપાણી માહી, બિજા ક્રમે શાહ દ્રષ્ટી, ત્રીજા ક્રમે નેન્સી ધ્રુવી ને વિજેતા જાહેર કરેલ હતા. સીનીયર સીટીજન કેટેગરી માં એક પ્રિન્સ તથા પ્રિન્સેસ ને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતાં. તમામ વિજેતા ખેલૈયાઓને મહાનુભાવો હસ્તે ઈનામો એનાયત કરવામાં આવ્યા હતા. ચોથા નોરતે જુનીયર જજ તરીકે ઈશાનભાઈ કાથરાણી, ચારુબેન મિરાણી, લીનાબેન કારીયા અને અદિતીબેન ઝાલાએ પોતાની સેવા આપેલ હતી.