અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ વિસ્તાર પ્રવાસીઓને શ્રેષ્ઠ અનુભવ કરાવશે
ખાસ-ખબર સંવાદદાતા
અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ મુસાફરોની સુવિધાઓમાં સતત વૃદ્ધિ કરી રહ્યું છે. બુધવારે મુસાફરો માટે ઈન્ટરનેશનલ ટર્મિનલ ઝ-2 ખાતે ડિપાર્ચર ઈમિગ્રેશનમાં કરાયેલા વધારાના વિસ્તારને ખુલ્લો મુકવામાં આવ્યો છે.
નવા અને વિશાળ ઈમિગ્રેશન વિસ્તારને ખુલ્લો મુકાતા પ્રસ્થાન સમયે પ્રવાસીઓને વધુ સગવડ મળી રહેશે. આ સુવિધાથી પીક-અવર્સ દરમિયાન આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને વધુ કાર્યક્ષમ પ્રસ્થાનનો અનુભવ થશે.
હાલમાં આંતરરાષ્ટ્રીય ટર્મિનલ 17 એરલાઇન્સ દ્વારા અમદાવાદને વિશ્ર્વના 14થી વધુ સ્થળો સાથે જોડતી દૈનિક સરેરાશ 2500 પેસેન્જર્સને પ્રસ્થાન સેવા પૂરી પાડે છે. અદ્યતન વિસ્તરણ પ્રોજેક્ટ એ સતત એલિવેટેડ પેસેન્જર અનુભવ પ્રદાન કરવાની જટઙઈં એરપોર્ટની પ્રતિબદ્ધતાનો એક ભાગ છે. જટઙઈં એરપોર્ટનો ઉદ્દેશ્ય પ્રક્રિયાઓ સુવ્યવસ્થિત અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઑપ્ટિમાઇઝ કરીને પ્રવાસીઓને સીમલેસ પ્રવાસનો અનુભવ પ્રદાન કરવાનો છે.
ઇમિગ્રેશન પ્રક્રિયા ઝડપી બનાવવા અને વેઈટીંગ સમય ઘટાડવા ટર્મિનલ 2 પરના નવા પ્રસ્થાન ઇમિગ્રેશન વિસ્તારને અત્યાધુનિક સુવિધાઓ અને તકનીકોથી સજ્જ બનાવાયો છે.
જેનાથી મુસાફરોને પ્રદાન સેવાની ગુણવત્તામાં સુધારો થશે. તાજેતરમાં ઇન્ટરનેશનલ-ટુ-ઇન્ટરનેશનલ (ઈં-જ્ઞિં-ઈં) ટ્રાન્સફર પેસેન્જર્સની બેઠક વ્યવસ્થાની ક્ષમતામાં વધારા સાથે પેસેન્જર કેન્દ્રિત ઇન્ટરનેશનલ ટર્મિનલ પર નવા આગમન હોલનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ સૌંદર્યલક્ષી, સાંસ્કૃતિક વિશેષતાઓ અને કાર્યક્ષમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સંયોજિત કરીને વિશ્ર્વ કક્ષાનું ટ્રાવેલ હબ બનાવા ભણી અગ્રેસર છે. ટર્મિનલ 2 પરના ઉન્નત્તિકરણો મુસાફરોની વિકસતી જરૂરિયાતો સંતોષવાની અમારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.