બોર્ડમાં વોંકળા દબાણ-રોડ- બ્રિજ-પાણીના મુદ્દા ઉછળ્યા
વોકળા દબાણની કામગીરી ક્યાં સુધી પોહચી – વિપક્ષ
- Advertisement -
શહેરના રસ્તા દિવાળી પેહલા બને તેવા પ્રયત્ન – શાસક
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગર પાલિકાનું આજરોજ જનરલ બોર્ડ મળ્યું હતું અને કમિશનરની સૂચક ગેરહાજરીમાં જનરલ બોર્ડ મળતા વિપક્ષે કામીગીરી મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા ત્યારે શહેરના વોકળા દબાણ તેમજ રોડ અને પાણી વિતરણ સાથે રેલવે બ્રિજ સહિતના મુદ્દે શાસક વિપક્ષ આમને સામને જોવા મળ્યા હતા અને મનપાનું જનરલ બોર્ડ પૂર્ણ થયું હતું.
- Advertisement -
જૂનાગઢ શહેરમાં છેલ્લા ઘણા સમયથી વોકળા દબાણનો મુદ્દો ગંભીરતાથી લોકો અને વિપક્ષ ઉઠાવી રહ્યા છે ત્યારે આજના જનરલ બોર્ડમાં વિપક્ષ દ્વારા વોકળા પર થયેલ ગેરકાયદેસર બાંધકામ મુદ્દે કામગીરી ક્યાં સુધી પોહચી તેના જવાબો માંગ્યા હતા ત્યારે અધિકારી અને શાસક પક્ષે જવાબ આપતા કહ્યું હતુંકે કમિશનર કલેકટરની કમિટી બનાવામાં આવી છે હજુ કામીગીરી ચાલુ છે અને સર્વે પણ ચાલી રહ્યો છે તમામ કામગીરી પૂર્ણ થશે ત્યારે તમામ દબાણોની માહિતી આપવામાં આવશે.
મનપા બોર્ડમાં ડે.મેયર ગિરીશભાઈ કોટેચાએ જણાવ્યું હતું કે વોકળા પરના દબાણોમાં કુલ 110 અસામીઓને નોટીશ ઇસ્યુ થઇ છે અને કોઈપણ ની સેહશરમ રાખ્યા વગર કામગીરી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું જયારે શહેરમાં હાલ ભૂગર્ભ ગટરથી તૂટેલા રસ્તા મુદ્દે હાલ શહેરમાં દિવાળી પેહલા રોડ બને તે માટે ઝાંઝરડા રોડ મુરલીધર વિસ્તાર સહીત ત્રણ જગ્યાએ રોડ પરનું કામ શરુ કરી દેવામાં આવ્યું છે અમારા પુરા પ્રયત્ન છે કે દિવાળી પેહલા સારા રોડ બને તે રીતે આયોજન કરીને રોડની કામગીરી ચાલી રહી છે.
જયારે બોર્ડમાં મોતીબાગ પાસે આવેલ બિલ્ડીંગ નો ઇસ્યુ પણ જોવા મળ્યો હતો તેમાં લલિત સુવાગિયા દ્વારા જણાવ્યું હતું કે 2006 નો આ ઇસ્યુ છે તેમાં સરકારની જમીન છે તેને 84 લાખ ભરવાના છે પણ હજુ ભર્યા નથી જેમાં જેતે સમયે કોર્પોરેશને હરાજી કરી હતી ત્યારે એ જામીન સરકારની છે ત્યારે સરકારના શહેરી વિકાસ મંત્રાલયને ભરવાનો ઇસ્યુ છે ત્યારે કોર્પોરેશન પાસે હરાજીના 84 લાખ પડ્યા છે ત્યારે વર્તમાન શાશન કરનાર હોદેદારો નિર્ણય લઈને ઠરાવ કર્યો હતો કે સરકારને 84 લાખ ભરી દેવા જોઈએ ત્યારે લલિત સુવાગિયા એ પણ જણાવ્યું હતું કે કોઈ ઇસ્યુ ઉભો થાય તો વર્તમાન બોડી જવબદાર નથી.