ગીર સોમનાથ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ 2023ની ઉજવણીના ભાગરૂપે વેરાવળ લોહાણા બોડિઁગ ખાતે આયુષ મેળાનું આયોજન કરાયુ હતુ.જેમા 3000 થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો.આયુષ મેળામાં ,આર્યુવેદિક ઓપીડી,યોગ પ્રાણાયમ પેકટીકલ,અગ્નિકર્મ, ઉકાળા વિતરણ સહિત પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. આ તકે સાંસદ રાજેશભાઈ ચુડાસમા તથા તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ ઉપસ્થિત રહ્યા હતા આ આયુષ મેળામાં આયુર્વેદ નિષ્ણાંતો દ્વારા નાડી તથા પ્રકૃતિ પરિક્ષણ, હોમિયોપોથી નિદાન સારવાર ચાટ પ્રદર્શન, દિન ચર્ચા વિરુદ્ધ આહાર વગેરેની ચાર્ટ દ્વારા સરળ સમજૂતી, પુરુષ અને સ્ત્રી યોગ શિક્ષકો દ્વારા યોગ અંગેનું ઉત્કૃષ્ટ માર્ગદર્શન ,પંચકર્મની વિવિધ સારવાર અંગેની સરળ ભાષામાં સમજૂતી અને માર્ગદર્શન સહિતની વિનામૂલ્યે નિદાન અને સારવાર કરવામાં આવી હતી.અને આયુર્વેદની રસપ્રદ માહિતી પુસ્તિકાનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ.
વેરાવળમાં તાલાલાના ધારાસભ્યની ઉપસ્થિતિમાં આયુષ મેળામાં ત્રણ હજાર લાભાર્થીઓએ લાભ લીધો
You Might Also Like
Follow US
Find US on Social Medias