ખાસ-ખબર સંવાદદાતા
ગિર સોમનાથ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય રંગ બદલાતા જોવા મળી રહ્યા છે ત્યારે ગીર સોમનાથ જીલ્લા પંચાયતના કોંગ્રેસના ત્રણ સભ્યો કોંગ્રેસ છોડી ભાજપમાં વિધિવત રીતે પ્રવેશ કર્યો હતો. કોંગ્રેસ છોડી ભાજપ સાથે જોડાયેલ હરસુખભાઇ કાળાભાઇ મકવાણા, જ્યાં બેન જાદવભાઇ ભોળા અને અરસિહ બાલુભાઇ ચાવડા સહીત તેમના ટેકેદારો સાથે ભાજપમાં જોડાતા હરણશા સરપંચ સુભાષભાઇ નાઘેરા સહીતના પ્રદેશ મંત્રી રત્નાકરજી, વિનોદ ચાવડા, રજનીભાઇ પટેલ, તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, ગુજરાત મેરીટાઇમ બોર્ડના પૂર્વ ડાયરેક્ટર કિશોરભાઇ કુહાડાના વરદ હસ્તે ભાજપનો ખેસ ધારણ કરેલ.