ખાસ-ખબર સંવાદદાતા
પોરબંદર જીલ્લાના પી એચ સી ગરેજ ખાતે સગર્ભા માતૃત્વ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 45 જેટલા સગર્ભા લાભાર્થીઓ ચેકઅપ માટે આવ્યા હતા. તમામ સગર્ભા બહેનોની પ્રાથમિક તપાસ તેમજ ચેકઅપ પોરબંદરની મનન હોસ્પિટલનાં ડો.પારસ મજેઠીયા તેમજ પી એચ સી ગરેજનાં ડો.નિખિલ બામણીયા દ્વારા કરવામાં આવી હતી. તેમજ પી એચ સી ગરેજનાં સુપરવાઈઝર નારણભાઈ ચોટલીયા અને તેમના સમગ્ર સ્ટાફ દ્વારા આયોજન કરી કામગીરી કરવામાં આવી હતી. સાથે સાથે 108 નાં જીલ્લા કોર્ડીનેટર જયેશ જેઠવા તેમજ ખિલખિલાટનાં જીલ્લા કોર્ડીનેટર હિતેશ વાળા તથા કેપ્ટન જીજ્ઞેશ માવદિયા અને સિધ્ધાર્થ સિંગલ દ્વારા આયોજન બનાવી તમામ સગર્ભા બેહનોને ઘરેથી હોસ્પિટલ અને હોસ્પિટલથી ઘરે સુધીની લેવા મુકવા માટેની સુંદર કામગીરી ખિલખિલાટ વાન દ્વારા કરવામાં હતી.